સાઉથ એક્ટ્રેસ અમલા પૉલેએ બોયફ્રેન્ડ જગત દેસાઇ સાથે કર્યા લગ્ન, મેચિંગ આઉટફિટ્સમાં બંને લાગી રહ્યા છે એકદમ સુંદર.....

દક્ષિણની અભિનેત્રી અમલા પૉલે તેના બોયફ્રેન્ડ જગત દેસાઇ સાથે લગન કરી લીધા છે. આ કપલે તસ્વીરો શેર કરી છે

Update: 2023-11-06 10:48 GMT

દક્ષિણની અભિનેત્રી અમલા પૉલે તેના બોયફ્રેન્ડ જગત દેસાઇ સાથે લગન કરી લીધા છે. આ કપલે તસ્વીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. તેમના લગ્નની જાહેરાત ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરીને અમલા પોલ અને જગત દેસાઈએ પોસ્ટ કર્યું, 'બે આત્માઓ, એક ડેસ્ટિની, આ જીવનકાળ માટે મારા ડિવાઇન પાર્ટનર સાથે હાથમાં હાથ નાખીને ચાલવું. આ કપલ તેમના લગ્નની તસવીરોમાં ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું હતું અને આ તસવીરોમાં કપલ વચ્ચેનો પ્રેમ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. બંનેએ મેચિંગ આઉટફિટ્સ પસંદ કર્યા હતા. દંપતિએ લવંડર રંગના એથનિક આઉટફિટ પહેર્યું હતું. લહેંગામાં દુલ્હન અને શેરવાનીમાં વરરાજા લગ્નની તસવીરોમાં અદભૂત દેખાતા હતા. તેણીના લગ્ન કેરળના કોચ્ચિમાં જગત દેસાઈ સાથે થયા. તાજેતરમાં જ જગત દેસાઈ સાથે અમલા પોલની સગાઈની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. ગયા મહિને અમલા પોલ અને જગત દેસાઈની સગાઈ થઈ અને જગતે અભિનેત્રીને પ્રપોઝ કર્યાના સમાચાર અને વીડિયોએ ઈન્ટરનેટ પર તોફાન મચાવી દીધું. વર્ષ 2014માં અમલા પોલે કોચ્ચિમાં 7 જૂન, 2014ના રોજ ડિરેક્ટર એએલ વિજય સાથે સગાઈ કરી હતી અને 5 દિવસ પછી ચેન્નઈમાં લગ્ન કર્યા હતા. જોકે, આ લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં અને વર્ષ 2017માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.

Tags:    

Similar News