સિનેમાના ઇતિહાસમાં 'Gadar 2'નો સૌથી મોટો રેકોર્ડ, 'હિન્દુસ્તાન ઝિંદાબાદ'ના નારાથી ગૂંજ્યો આખો દેશ...

ગદર 2 જોવા આવેલા લોકોએ ફરી એકવાર એ જ માહોલનો અનુભવ કર્યો છે જે 2001માં ગદર એક પ્રેમ કથાની રિલીઝ દરમિયાન હતો.

Update: 2023-08-17 07:55 GMT

ફિલ્મ ગદર 2 આજકાલ થિયેટર્સમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મને લોકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. 11 ઓગસ્ટે રિલીઝ થયેલી આ ફિલ્મ થિયેટર્સમાં ધૂમ મચાવી રહી છે. પહેલા જ દિવસે ફિલ્મે ધમાકેદાર કમાણી કરી છે. જેનો સિલસિલો હજુ પણ યથાવત છે. તેવામાં 15મી ઓગસ્ટ એટલે કે સ્વાતંત્ર દિવસ પર પણ સની દેઓલ માટે ખૂબ જ ખાસ રહ્યો હતો. આ ફિલ્મ જોવા માટે મોટી સંખ્યામાં લોકો થિયેટર્સમાં પહોચ્યા હતા. સની દેઓલની ફિલ્મ ગદર 2એ ફરી એકવાર થિયેટરોમાં ધૂમ મચાવી છે. ગદર 2 જોવા આવેલા લોકોએ ફરી એકવાર એ જ માહોલનો અનુભવ કર્યો છે જે 2001માં ગદર એક પ્રેમ કથાની રિલીઝ દરમિયાન હતો.

આવી સ્થિતિમાં બોક્સ ઓફિસ પર પણ તેના સારા આંકડા જોવા મળી રહ્યા છે. ફિલ્મ પર રૂપિયાનો વરસાદ થઇ રહ્યો છે. પહેલા દિવસે એટલે કે ઓપનિંગ ડે પર ગદર 2એ 40 કરોડથી વધુની કમાણી કરી હતી. ફિલ્મ માટે 5મો દિવસ સૌથી ખાસ રહ્યો હતો. સ્વતંત્રતા દિવસ નિમિત્તે આ ગદર 2ને વધુ પ્રેમ મળ્યો. 'ગદર 2'માં સની દેઓલ અને અમીષા પટેલ ફરી એકવાર પોતાના આઇકોનિક કેરેક્ટર તારા સિંહ અને સકીના તરીકે દર્શકોનું દિલ જીતી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2001માં આવેલી 'ગદર એક પ્રેમ કથા'એ પણ કમાણીના બધા રેકોર્ડ તોડી નાખ્યા હતા અને હવે તેની સિક્વલ 'ગદર 2' પણ આ જ રસ્તે ચાલી રહી છે અને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે.

Tags:    

Similar News