Farmer Protest : ચક્કા જામને લઈને દિલ્હીમાં ખૂણે ખૂણે સુરક્ષા વ્યવસ્થા

Update: 2021-02-06 04:52 GMT

કૃષિ કાયદા સામે આંદોલન કરી રહેલા ખેડુતો આજે દેશભરમાં જામ કરી રહ્યા છે. સંયુક્ત કિસાન મોરચા દ્વારા આજે બપોરે 12 થી બપોરે 3 વાગ્યા સુધી ચક્કા અવરોધવાની જાહેરાત કરી છે.

ખેડૂતોના ચક્કા જામને ધ્યાનમાં રાખીને આજે દિલ્હી-એનસીઆર વિસ્તારમાં દિલ્હી પોલીસ, અર્ધસૈનિક બળ અને રિઝર્વ ફોર્સના લગભગ 50 હજાર સૈનિકો તૈનાત છે. આ સિવાય દિલ્હીના 120 મેટ્રો સ્ટેશનોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

ચક્કા જામને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં સુરક્ષા કડક બનાવવામાં આવી છે. તમામ બોર્ડર પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સિંઘુ, ટિકરી અને ગાઝીપુર સરહદ પર સુરક્ષા માટે દિલ્હી પોલીસની સાથે અર્ધલશ્કરી ફોર્ટ તૈનાત છે.

ખેડૂતોના ચક્કા જામ દરમિયાન કોઈ ગડબડ ન આવે તે માટે પોલીસ બંદોબસ્ત તાકીદે ગોઠવેલો જોવા મળે છે.

26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને, દિલ્હી પોલીસે સરહદ પર પૂરતી સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે કે જેથી તોફાની તત્વો રાષ્ટ્રીય પાટનગરમાં પ્રવેશ ન કરે.

સંયુક્ત કિસાન મોરચાનું નિવેદન પણ આવ્યું છે અને એમ કહેવામાં આવ્યું છે કે માત્ર હાઈવે જામ થશે. એમ્બ્યુલન્સ, સ્કૂલ બસો રોકવામાં નહીં આવે, અહિંસક અને શાંતિપૂર્ણ ટ્રાફિક જામ રહેશે.

દિલ્હીને છ ક્ષેત્રમાં વિભાજિત કરાયું છે. મેજિસ્ટ્રેટ અને તેમના સમકક્ષ પોલીસ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે જેથી કોઈ પણ અનિચ્છનિય ઘટના ટાળી શકાય.

Tags:    

Similar News