કરવા ચોથની પૂજામાં તમે કેમ પાછળ રહી જાવ... આ સ્ટાઇલિસ કુર્તા ટ્રાય કરો, મળશે એકદમ પરફેક્ટ લુક…..

કરવા ચોથના તહેવારમાં સ્ત્રીઓ તો સોળે શણગાર સજીને પૂજા કરશે. ત્યારે પુરુષો કેમ પાછળ રહી જાય, એમાં પણ ખાસ આ વ્રત તો પતિ માટે જ હોય છે.

Update: 2023-10-31 11:17 GMT

કરવા ચોથના તહેવારમાં સ્ત્રીઓ તો સોળે શણગાર સજીને પૂજા કરશે. ત્યારે પુરુષો કેમ પાછળ રહી જાય, એમાં પણ ખાસ આ વ્રત તો પતિ માટે જ હોય છે. ત્યારે પત્નીને ઇમ્પ્રેસ કરવા માટે તમે આવા કઈક મસ્ત મજાનાં કુર્તા પહેરીને પત્નીને ખુશ કરી શકો છો. આ લૂકથી જો પત્નીઑ ખુશ થશે તો તહેવારની મજા વધી જશે.

· આ તહેવારમાં સિમ્પલ સોબર લુક મેળવવા માટે તમે કોલર વાળા કોઈ પણ સાદો કુર્તો અને પાયજામા પહેરી શકો છો. તમે ઈચ્છો તો પત્નીના આઉટફિટની સાથે મેચિંગ કલરના કુર્તા પણ પહેરીને પત્નીને ખુશ કરી શકો છો.

· સફેદ કલરના પ્રિંટેડ કુર્તાની સાથે પિચ કલરના બેસ કોટ પરફેકટ કલર કોમ્બીનેશન છે. આ દિવસે તમે તમારા લૂકને રીક્રિએટ કરી શકો છો. આ તમારા સ્ટાઈલીસ અને શાનદાર અંદાજના સૌ કોઈ વખાણ કરશે.

· ફૂલ કોલરના નહેરુ સ્ટાઈલ કુર્તાને બલૂન કટ પેન્ટની સાથે સ્ટાઈલ કરી શકો છો. સાથે જ ફોર્મલ જૂતાં પહેરો, તમારો લુક લાગશે એકદમ એલિગ્નટ.

· યેલો કલરનો ફ્રન્ટ ઓપન કુર્તો તમને ફેસ્ટિવ લુક આપી શકે છે. જો તમે ટાઈટ લુક ઈચ્છો છો તો આ રીતના કુર્તા પહેરો.

કરવા ચોથની પૂજામાં તમે કેમ પાછળ રહી જાવ... આ સ્ટાઇલિસ કુર્તા ટ્રાય કરો, મળશે એકદમ પરફેક્ટ લુક…..· અંગરખા સ્ટાઈલ કુર્તા પણ હાલ ટ્રેન્ડમાં છે. બ્લેકના બદલે તમે કોઈ પણ કલરના કુર્તા આ દિવસે ટ્રાઈ કરી શકો છો. આ કુર્તા તમને રોયલ લુક આપશે.

Tags:    

Similar News