સ્વેટરની સાથે છત્રી પણ કાઢી રાખજો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે કમોસમી વરસાદની આગાહી

Update: 2023-11-06 15:08 GMT

શિયાળાની શરૂઆત સાથે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાજયમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટમાં હળવા વરસાદની આગાહી છે. આ સિવાય અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ હળવા વરસાદની આગાહી છે.

હવામાન વિભાગે જણાવ્યુ કે, રાજ્યમાં મહત્તમ અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં એકથી સાત ડિગ્રી વઘુ નોંધાઇ રહ્યું છે. જેના કારણે શિયાળાની ઠંડીનો એહેસાસ થતો નથી.

સામાન્ય રીતે ગુજરાતમાં કડકડતી ઠંડીનો અનુભવ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં થતો હોય છે. પરંતુ હવે અંબાલાલ પટેલે વાત કરી છે કે આગામી દિવસોમાં ભારે વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. તારીખ 8થી 12 નવેમ્બરના દેશના ઉત્તરિય પર્વતિય વિસ્તારમાં ભારે વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન સુધીમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે.

અંબાલાલનું કહેવું છે કે ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉતર ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારમાં વાદળો આવી શકે અને વરસાદી છાંટા પડવાની શક્યતા રહેશે.

Tags:    

Similar News