ભારતીય ટીમના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર સદાશિવ પાટિલનું નિધન

Update: 2020-09-16 06:58 GMT

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી સદાશિવ રવજી પાટિલનું નિધન થયું છે. સદાશિવ પાટિલ 86 વર્ષના હતા, જેમણે એક ટેસ્ટ મેચમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સદાશિવ પાટિલે મંગળવારે કોલ્હાપુર સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. 86 વર્ષીય સદાશિવ પાટિલની પત્ની અને બે પુત્રી છે જે કોલ્હાપુરમાં રહે છે.

કોલ્હાપુર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના અધિકારીએ જણાવ્યું કે "મંગળવારે સવારે તેઓ રાયકર કોલોની સ્થિત નિવાસસ્થાનમાં નિંદ્રામાં મૃત્યુ પામ્યા હતા.તેને વય સંબંધિત કોઈ બીમારી નહોતી. ભારતીય ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈ એ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રથમ વર્ગ મેચ રમનાર સદાશિવ પાટિલ અંગે, બીસીસીઆઈએ તેના ટ્વિટર હેન્ડલ પર તેમનો એક ફોટો શેર કર્યો અને લખ્યું કે, "મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ક્રિકેટર સદાશિવ પાટિલના નિધન પર શોક વ્યક્ત કરે છે, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ક્રિકેટરનું આજે 15 સપ્ટેમ્બર કોલ્હાપુરમાં નિધન થયું હતું."

https://twitter.com/BCCI/status/1305836450085306368

એક જ ટેસ્ટ મેચમાં તેણે બંને ઇનિંગ્સમાં બોલિંગ કરી અને 2 વિકેટ ઝડપી હતી. તેણે બંને ઇનિંગ્સમાં એક-એક વિકેટ મેળવી હતી. ભારતે આ મેચ ઇનિંગ્સ અને 27 રને જીતી હતી. પોલી ઉમ્રીગરની કેપ્ટનશિપ હેઠળ ભારતે પ્રથમ બેટિંગ કરતી વખતે પ્રથમ ઇનિંગમાં 421 રન બનાવ્યા હતા અને 8 વિકેટ ગુમાવ્યા બાદ ઇનિંગ જાહેર કરવામાં આવી હતી.

Tags:    

Similar News