ગુજરાત: પક્ષ-વિપક્ષ આવ્યા લોકોની વ્હારે, સાંસદોએ ગ્રાન્ટમાંથી કરી કરોડો રૂપિયાની સહાય

Update: 2020-03-25 11:57 GMT

વિશ્વભરમાં કોરોના વાયરસના કારણે હાહાકાર મચ્યો છે. દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં કરવામાં આવ્યું છે, ત્યારે પક્ષ અને વિપક્ષ લોકોની વ્હારે આવી મદદ કરવા એક થયા છે.

ભરૂચ જિલ્લાની વાત કરીએ તો, સૌપ્રથમ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને સાંસદ અહેમદ પટેલે પોતાની સાંસદ તરીકેની ગ્રાન્ટમાંથી કોરોના વાયરસથી ઉપજેલ મહામારીને પહોચી વળવા રૂપિયા 1 કરોડની સહાય કરી છે. તો બીજી તરફ ગુજરાત રાજ્યના તમામ નેતાઓએ પોતાનો એક મહિના પગાર મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં આપવાની જાહેરાત કરી છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા તથા સુરતના સાંસદ સી.આર.પાટિલે પણ 1-1 કરોડ સહાયની જાહેરાત કરી છે, ત્યારે વિપક્ષ પણ આ મહામારી સાથે ઝઝૂમતા સત્તા પક્ષ સાથે આવી આર્થિક સહાય આપવાનું એલાન કર્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ પણ કોંગ્રેસનાં ધારાસભ્યોને પણ પોતાની ગ્રાન્ટમાંથી સહાય આપવા માટે હાંકલ કરી છે. તો આવી જ રીતે સોમનાથના સાંસદ અને રાજકોટના સાંસદ મોહન કુંડરિયા દ્વારા પણ રૂપિયા 1-1 કરોડની સહાયનું એલાન કરવામાં આવ્યું છે. પોતાના પ્રજાજોગ સંદેશમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની પ્રજાને આ મહામારીના સમયમાં આગળ આવી સરકારને આરથીક સહાય કરવાની અપીલ કરી છે.

Similar News