છુટ્ટા પૈસાનાં બદલે ચોકલેટ?

Update: 2016-03-15 07:30 GMT

છુટ્ટા પૈસાનાં બદલે ચોકલેટ? વસ્તુની ખરીદીનાં રૂપિયા ચૂકવ્યા બાદ પણ પરાણે ટોફી સ્વીકારતા ગ્રાહકો.

ડિજીટલ યુગમાં પણ વેપારીઓનો જીવન મંત્ર બસ માત્ર ધંધો કરી નફો રળી લેવો. એક હિન્દી ફિલ્મમફં નાના પાટેકર શોપિંગ માટે જાય છે અને ત્યાં કાઉન્ટર પર સેલ્સગર્લને ખરીદેલી ચીજ વસ્તુનાં બીલનાં રૂપિયા ચૂકવે છે , પરંતુ જ્યારે તેઓને છુટ્ટા પૈસાનૈ બદલે ટોફી પકડાવી દેવાની વાત આવે છે ત્યારે રમૂજ રકઝક શરૂ થાય છે. નાના પોતાના ૩૯૦ રૂપિયા માં ખરીદેલા સેન્ડલની જોડીમાંથી એક સેન્ડલ રૂ. ૧૯૫ નાં બદલામાં માલસામાનની ખરીદીની વાત કરે છે અને ત્યાર બાદ આખો મામલો ઠંડો પાડી તેઓને તેમના છુટ્ટા પૈસા ચૂકવવામાં આવે છે.

આ કિસ્સો ભલે ફિલ્મી હોય પરંતુ દરેક નાં જીવનની અક ગંભીર કહી શકાય તેવી વાસ્તવિકતા રજૂ કરે છે. “ જાગો ગ્રાહક જાગો “ નાં બેનર હેઠળ મોટી – મોટી જાહેરાતો કરવામાં આવે છે. પરંતુ એની કોઇ ખાસ અસર સમાજ માં જોવા મળતી નથી. નાના કદથી માંડીને મોટા શોપીંગ મોલમાં પણ ખરીદી માટે જાવ ત્યારે ચોકલેટ વ્યવહાર દરેક વર્ગનાં લોકોએ પરાણે સહન કરવો પડે છેં.

ખરીદી રાઉન્ડ ફિગરમાં કર્યા બાદ વેપારી એક રૂપિયા, બે કે પાંચ રૂપિયા છુટ્ટા નથી તેમ કહે ત્યારે ગ્રાહક કમને પણ ઇચ્છા ન હોવા છતાં કામ વગરની વસ્તુ ખરીદવા તૈયાર થઇ જાય છે. જનરલ સ્ટોર, પ્રોવિઝન સ્ટોર, ખાસ કરીને દવાની દુકાનથી માંડીને દરેક ક્ષેત્રની દુકાનો પર ગ્રાહકોનાં હાલ અવા જ બનતા હોય છે. દવાની ખરીદી કરતો ગ્રાહક પહેલેથીજ સ્ટ્રેસમાં હોય અને તેમા વધારો ત્યારે થાય છે કે જ્યારે તેને પોતાના હકનાં છુટ્ટા પૈસાનાં બદલે કંઠને ઠંડક પહોંચાડતી ગોળી ચોંટાડી દેવામાં આવે.

ખરીદી કર્યા બાદ ગ્રાહકે તો અનું ભરણું ચુકવી જ દીઘુ હોય છે પરંતુ વેપારીની શિયાળ બુધ્ધી વધુ કમાણી કહો કે નાની પણ ફાયદા કારક નીતિનો ઉપયોગ કરવાથી ચુકતી નથી. અને સસ્તા ભાવની ચોકલેટ આમ નહીં તો અન્ય રીતે પણ નિર્દોષ ગ્રાહકોને છુટ્ટાનાં બદલે પકડાઇ દઈ તેમાં પણ કમાણી કરી લે છે.

હવે પ્રશ્ન એ થાય છે કે શું ખરેખર છુટ્ટા પૈસાની અછત હશે! કે પછી ગ્રાહકોને મીઠી ભાષા અને શબ્દોથી હિપ્નોટાઇસ કરતા વેપારી અવો ઢોંગ કરીને ચોકેલેટ ચુંબક ચોંટાડવાની પેરી રચતા હોય છે. શું આખા દિવસ દરમ્યાન એકેય ગ્રાહક છુટ્ટા અને પૂરતા રૂપિયાની ચૂકવણી કરીને ખરીદી નહીં કરતો હોય? અછત છુટ્ટાની નથી પરંતુ ઈમાનદારી, માણસાઈની છે.

કહેવાય છે કે વિદેશમાં જો કોઈ ગ્રાહક પાસે છુટ્ટા ન હોય તો પણ એને કાઉન્ટર પર હેરાન કરવામાં નથી આવતા અને નજીવી રકમ જતી કરીને પણ ગ્રાહકને સંતોષ થાય તેવુ બિહેવીયર કરવામાં આવે છે. ત્યાંની સરકારનાં ભરણામાં ખોટ ન જાય અને દેશનાં વિકાસમાં તેનું યોગદાન જળવાય રહે તેવા ઉમદા વિચાર સાથે અપરિચીત અન્ય ગ્રાહક પોતાની પાસેના રૂપિયા ચુકવી દે છે જે વ્યવહારની કયારેય ખબર પડતી નથી.

તાજેતરમાં મેકઈન ઈન્ડિયા, ડિજીટલ ઈન્ડિયા અને ડિઞાઇન ઈન્ડિયાની વાતો જોર શોરથા ચાલે છે પરંતુ માત્ર ઓનલાઇન નાં માધ્યમથી જ નહીં દરેક ક્ષેત્રે પ્રમાણિકતાથી ડેવલોપ થવાની આવશ્યકતા જરૂરી છે.

Similar News