લોકસભા ચૂંટણી પૂર્વે મોદી સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો, 40% એક્સપોર્ટ ડ્યૂટીનો નિર્ણય..!

સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. સરકારે ડુંગળીની નિકાસ પર 40% એક્સપોર્ટ ડ્યૂટી લાદવાનો નિર્ણય લીધો છે.

Update: 2024-05-04 14:00 GMT

સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. સરકારે ડુંગળીની નિકાસ પર 40% એક્સપોર્ટ ડ્યૂટી લાદવાનો નિર્ણય લીધો છે. એટલે કે, નિકાસ કરવા માટે ડુંગળીની કિંમત ઓછામાં ઓછી રૂ. 45,800 પ્રતિ મેટ્રિક ટન હોવી જોઈએ.

સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવી લેવાનો આદેશ આજથી જ અમલમાં મુક્યો છે, ત્યારે આગામી આદેશ સુધી આ આદેશ માન્ય રહેશે. આ ઉપરાંત સરકારે ડુંગળીની નિકાસ પર 40% એક્સપોર્ટ ડ્યૂટી લાદવાનો પણ નિર્ણય લીધો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં જ્યારે ડુંગળીનો ભાવ 70થી 80 રૂપિયા સુધી પહોંચી ગયો હતોમ ત્યારે સરકારે ડુંગળીના એક્સપોર્ટ પર પ્રતિબંધ મુક્યો હતો. જોકે, ત્રીજા તબક્કાના મતદાન પહેલાં ડુંગળીના એક્સપોર્ટ પરનો પ્રતિબંધ હટાવાયો છે, ત્યારે ગયા વર્ષે ડિસેમ્બરમાં સરકારે 31 માર્ચ, 2024 સુધી ડુંગળીના એક્સપોર્ટ પર પ્રતિબંધ મુક્યો હતો, પરંતુ એ પછી બીજા દેશોની વિનંતીના આધારે તેના શિપમેન્ટને મંજૂરી આપવામાં આવી હતી. આ પછી ગયા મહિને જ સરકારે ડુંગળી પરના એક્સપોર્ટ પ્રતિબંધને આગળના આદેશ સુધી લંબાવ્યો હતો. એક્સપોર્ટ પ્રતિબંધમાં વધારો થયો ત્યારથી વેપારીઓ અને ખેડૂતો, ખાસ કરીને મહારાષ્ટ્રના ખેડૂતો એક્સપોર્ટ પ્રતિબંધ હટાવવા વિનંતી કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, આનાથી ખેડૂતોને સારા ભાવ મેળવવામાં મદદ મળશે. હવે સરકારે પ્રતિબંધ એવા સમયે ઉઠાવી લીધો છે, જ્યારે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે 7 મેના રોજ મતદાન થવાનું છે. ડુંગળી હંમેશા ભારતની રાજકીય અર્થવ્યવસ્થાનો મહત્વનો ભાગ રહી છે, ખાસ કરીને જ્યારે ચૂંટણીનો સમય આવે છે.

Tags:    

Similar News