યાત્રાધામ પાવાગઢ ખાતે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું, રવિવારે એક લાખથી વધુ ભક્તઓએ માતાજીના કર્યા દર્શન

પંચમહાલના હાલોલ ખાતે આવેલ સુપ્રસિદ્ધ પાવાગઢ મંદિર ખાતે રવિવારે એક લાખ ઉપરાંત યાત્રાળુઓનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.

Update: 2023-08-14 03:53 GMT

પંચમહાલના હાલોલ ખાતે આવેલ સુપ્રસિદ્ધ પાવાગઢ મંદિર ખાતે રવિવારે એક લાખ ઉપરાંત યાત્રાળુઓનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. યાત્રાળુઓની ભારે ભીડને લઈ તળેટીના પાર્કિંગ ફૂલ થઈ ગયા હતા. કલેકટર દ્વારા તા.7 જુલાઈથી બે માસ સુધી સપ્તાહના શની - રવિ બે દિવસ તળેટીથી માચી સુધી ખાનગી વાહનો લઈ જવા પર મનાઈ ફરમાવતું જાહેરનામું બહાર પડાયું હતું.

પાવાગઢમાં તળેટીથી માચી સુધી મુસાફરોને લાવવા લઈ જવા એસટીની સમાંતર એવી 300 જેટલી જીપોની સેવા ચાલુ હોય સપ્તાહના શની - રવિ જાહેરનામાને લઈ બે દિવસ જીપો ન ચાલતા જીપ ચાલકોની રોજી રોટી પર ભારે અસર થતા જીપ ચાલકો સહિતના પરિવારોએ આ અંગે સ્થાનિક MLA જયદ્રથસિંહ પરમાર સહિત હાલોલ પ્રાંત અને જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી. પરિણામે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામા અંગે સપ્તાહના બે દિવસની જગ્યાએ હવે ફક્ત રવિવારના રોજ જાહેરનામું અમલમાં રહેશેનો કલેકટર દ્વારા હુકમ કરાતા જીપ ચાલકોમાં ખુશી વ્યાપી છે.

Tags:    

Similar News