રાજ્યમાં આજે કોરોનાના 19 નવા પોઝિટિવ કેસ નોધાયા, 17 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

ગુજરાતમાં આજે 19 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે 17 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

Update: 2021-11-07 15:43 GMT

ગુજરાતમાં આજે 19 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે 17 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,16,416 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજ્યનો રીકવરી રેટ 98.75 ટકા જેટલો છે. ગુજરાતમાં કુલ 229 એક્ટિવ કેસો છે. જેમાંથી 4 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે 225 દર્દીઓ સ્ટેબલ છે. જ્યારે કુલ 10090 લોકોના અત્યાર સુધીમાં મોત નીપજ્યા છે.

આજે નોંધાયેલા કેસની વાત કરીએ તો વડોદરા કોર્પોરેશનમાં 6, અમદાવાદ કોર્પોરેશનમાં 4, વલસાડમાં 3, જૂનાગઢ અને સુરત કોર્પોરેશનમાં 2-2, ભાવનગર અને નવસારીમાં 1-1 કેસ નોંધાયા છે. જેની સામે વડોદરા કોર્પોરેશનમાં 2, અમદાવાદ કોર્પોરેશનમાં 4, વલસાડમાં 2, જૂનાગઢમાં 4 અને સુરત કોર્પોરેશનમાં 3 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં આજે સાંજે 4 વાગ્યા સુધી 18,195 લોકોને રસી આપવામાં આવી છે.

Tags:    

Similar News