ગુજરાત કોંગ્રેસના 2 દિગ્ગજ નેતાઓએ ધારણ કર્યો ભાજપનો "કેસરિયો", વાંચો કોંગ્રેસ પક્ષ અંગે શું કહ્યું..!

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા નેતાઓ માટે પક્ષ પલટાની ફુલબહાર મોસમ આવી ચૂકી છે

Update: 2022-08-17 11:17 GMT

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા નેતાઓ માટે પક્ષ પલટાની ફુલબહાર મોસમ આવી ચૂકી છે, ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના 2 સિનિયર નેતાઓએ પાર્ટી સાથે છેડો ફાડી કેસરિયા કર્યા છે. રાજૂ પરમાર અને નરેશ રાવલે આજે ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો.

રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણા વિસ્તારમાંથી આવતા નરેશ રાવલ અને પૂર્વ રાજ્યસભા સાંસદ રાજૂ પરમારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતીમાં સમર્થકો સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયા બાદ પ્રેસ કોન્ફરન્સ સંબોધી નરેશ રાવલ અને રાજૂ પરમાર નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ભારોભાર વખાણ કરી ભાજપ પક્ષ મજબૂત કરવા માટે કાર્ય કરવાનું કહ્યું હતુ. તો સાથે સાથે કેન્દ્રીય કોંગ્રેસ અને ગુજરાત કોંગ્રેસ નેતૃત્વ સામે સવાલ ઉઠાવતા જણાવ્યું હતુ કે, કોંગી નેતાઓ PM મોદી-અમિત શાહને ટાર્ગેટ કરવા માટે વારંવાર ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન કરી રહ્યા છે. પૂર્વ રાજ્યસભા સાંસદ રાજૂ પરમારે આરોપ લગાવ્યો હતો કે, અમે આટલા વર્ષો સુધી કોંગ્રેસમાં મહેનત કરી, પરંતુ હવે નવા અને આજકાલના આવેલા નેતાઓને હોદ્દાઓ આપી દેવાયા છે, ત્યારે અમારું પણ સ્વાભિમાન ઘવાય છે. અમે કોઈ હોદ્દાની લાલચે નથી આવ્યા. પાર્ટી જે કામ સોંપશે તે કામ કરવા અમે રાજી છીએ...

Tags:    

Similar News