રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાઓમાં લાભાર્થીઓને 380 કરોડની સીધી સહાય

તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગરીબ અને વંચિત લોકોને આર્થિક સશક્તિકરણ માટે 2009-10 થી રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળા યોજનાની શરૂઆત કરવામાં આવી હતી

Update: 2022-02-25 13:38 GMT

તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગરીબ અને વંચિત લોકોને આર્થિક સશક્તિકરણ માટે 2009-10 થી રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળા યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી લઈ ગુજરાતમાં અત્યાર સુધીમાં ગરીબ કલ્યાણ મેળાના 11 તબક્કામાં 1530 ગરીબ કલ્યાણ મેળાઓ યોજવામાં આવ્યા. જેમાં 1.47 કરોડ લાભાર્થીઓને 26500 કરોડની સહાય અને લાભો જરૂરિયાતમંદોના હાથમાં સીધી આપવામાં આવી.


Delete Edit

રાજ્યમાં ગરીબોને આત્મનિર્ભર કરી આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાકાર કરવા રાજ્ય સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળાનો 12મો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. જેમાં 33 જિલ્લા અને 4 મહાનગરોમાં આ મેળાઓ યોજવામાં આવી રહ્યા છે. ગરીબ કલ્યાણ મેળાઓમાં ગરીબ વર્ગના લાભાર્થીઓ સરકારની વિવિધ યોજનાઓ હેઠળ રોજગારી કરવા માટે સાધન સામગ્રી અને કીટ આપવામાં આવે છે. જેમાં સરસ્વતી સાધના યોજના હેઠળ વિદ્યાર્થીઓને સાઈકલ સહાય આપવામાં આવે છે. મહિલાઓને રોજગારી માટે સિલાઈ મશીન આપવામાં આવે છે. મજૂર અને કારીગર વર્ગને વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલી કિટોનુ સીધું વિતરણ કરવામાં આવે છે. વેંડર્સને વ્યવસાય કરવા માટે લારી સહિતની વસ્તુઓ આપવામાં આવે છે.રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાનો 12મો તબક્કો આવતીકાલે પૂર્ણ થશે. આજે અમદાવાદ અને ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાઓ યોજાયા હતા. જેમાં ગાંધીનગર જિલ્લામાં 1 હજારથી વધુ લાભાર્થીઓને 4.70 કરોડની સહાય અને લાભો આપવામાં આવ્યા. જ્યારે અમદાવાદમાં શહેરી ગરીબ કલ્યાણ મેળામાં 2900 લાભાર્થીઓને 3.68 કરોડની સહાય અને લાભો આપવામાં આવ્યા છે.

Tags:    

Similar News