કચ્છમાં KEMO Steel ઈન્ડસ્ટ્રીમાં ભઠ્ઠી ઉભરાઈ જતા 7ને ઈજા, 1નું મોત

Update: 2024-01-15 04:12 GMT

કચ્છના અંજારમાં એક મોટી દુર્ઘટના ઘટી હતી. બૂઢારમોરામાં KEMO Steel કંપનીમાં ભઠ્ઠી ઉભરાઈ જતા 10 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પ્રાથમિક વિગતો મુજબ 1 નું મોત થયું તો 4 ની હાલત અત્યંત નાજુક હોવાના કારણે તેઓને તાત્કાલિક અમદાવાદ ખાનગી હોસ્પીટલમાં રિફર કરાયા છે. આ તરફ સ્ટીલ પીગળાવાની કામગીરી દરમિયાન આ દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ સાથે મજૂરોનાં શરીરમાં અત્યંત ગંભીર ઈજાઓ હોવાનું પણ ખૂલ્યું છે.

કચ્છના અંજારના બૂઢારમોરામાં આવેલ KEMO Steel કંપનીમાં દુર્ઘટના સામે આવી છે. વિગતો મુજબ સ્ટીલ પિગળાવતી વખતે ભઠ્ઠી ઉભરાઈ જતા દુર્ઘટના સામે આવી હતી. જેમાં ગરમ સ્ટીલ બહાર આવી જતાં મજૂરોનાં ગંભીર રીતે દાઝી ગયા હતા. આ તરફ ચારની હાલત અત્યંત નાજુક હોવાના કારણે અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયા છે. પ્રાથમિક વિગતો મુજબ અન્ય છ લોકોને સ્થાનિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. ઘટનાને લઈ પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

Tags:    

Similar News