રાજ્યમાં આજે કોરોનાના નવા 244 કેસ નોંધાયા, 131 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી

રાજ્યમાં આજે કોરોનાના નવા 244 કેસ નોંધાયા છે. બીજી તરફ 131દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

Update: 2022-06-19 14:32 GMT

રાજ્યમાં આજે કોરોનાના નવા 244 કેસ નોંધાયા છે. બીજી તરફ 131દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો કે આજે કોરોનાથી કોઈ પણ દર્દીનું મોત નથી થયું. આજે સૌથી વધુ 117 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટ્યો છે અને 99.00 ટકાએ પહોંચી ચુક્યો છે. આ સાથે જ હાલ કોરોના સામે રસીકરણનો આંકડો વધી રહ્યો છે. જેમાં આજે કુલ કોરોનાની રસીના 10937 ડોઝ અપાયા હતા.

રાજ્યમાં આજે નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ શહેરમાં 117 કેસ, સુરત શહેરમાં 32 કેસ, વડોદરા શહેરમાં 29 કેસ, રાજકોટ શહેરમાં 10, સુરત 6, વલસાડમાં 6, ભાવનગર શહેરમાં 5, વડોદરા 5, ભરુચ 4, સુરેન્દ્રનગર 4, અમદાવાદ 3, આણંદ 3, ગાંધીનગર 3, ગાંધીનગર કોર્પોરેશન 3, જામનગર કોર્પોરેશન 3, મહેસાણા 3, નવસારી 3, ખેડા 2, ભાવનગર 1, જામનગર 1 અને કચ્છમાં 1 કેસ નોંધાયો છે.

હાલ રાજ્યમાં કોરોના વાયરસના કુલ 1374 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં 5 દર્દી વેન્ટિલેટર પર છે. અત્યાર સુધીમાં કોરોનાને હરાવીને કુલ 1215323 નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કુલ 10,946 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થયાં છે.

Tags:    

Similar News