અમરેલી : દિવાળી બગડવાની ખેડૂતોમાં હૈયા વરાળ, કપાસના પોષણક્ષમ ભાવો ન મળતા હરાજી બંધ કરાવી...

ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવો ન મળતા રોષે ભરાયા હતા. જેના વિરોધમાં APMC ખાતે ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો હતો.

Update: 2023-11-07 11:46 GMT

અમરેલી જિલ્લાના ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવો ન મળતા રોષે ભરાયા હતા. જેના વિરોધમાં APMC ખાતે ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો હતો.

એક તરફ કૃષિમાં ગુજરાત નંબર વન હોવાની વાતો થઈ રહી છે, તો બીજી તરફ આજની તારીખે પણ કપાસ પકાવનારા ખેડૂતો માટે પોષણક્ષમ ભાવની પળોજણ યથાવત છે. તેવામાં અમરેલી જિલ્લામાં કપાસ પકવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવો ન મળતા રોષે ભરાયા હતા. જેના વિરોધમાં APMC ખાતે ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ખેડૂતોના કપાસ ગામડાઓમાં 1500 રૂપિયે વેંચાય રહ્યા છે, જ્યારે APMC ખાતે આજ કપાસના ભાવો 1300 અને 1400 રૂપિયાની આસપાસ મળતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન તેમજ હલ્લાબોલ કરાતા APMCમાં જાહેર હરાજીની કામગીરી પણ ઠપ્પ થઈ ગઈ હતી. આ સાથે જ ખેડૂતોનુ ટોળું માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીની ચેમ્બરમાં ધસી જઈ ધરણાં કરતાં સમજાવટ બાદમામલો થાળે પડ્યો હતો. જોકે, હવે રાજકીય નેતાઓ ખેડૂતોની રજૂઆતોને ઉપર સુધી પહોચાડી ન્યાય અપાવે તેવી ખેડૂતોની હૈયા વરાળો ઠાલવી રહ્યા છે.

Tags:    

Similar News