અંકલેશ્વર : 12 વર્ષની પોતાની જ બાળકીને પીંખનાર નરાધમ પિતાને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલયો

Update: 2022-04-28 14:58 GMT

પિતાપુત્રીને સંબંધને લજવતો કિસ્સો અંકલેશ્વરના એક ગામમાથી સામે આવ્યો છે જેમાં સગો બાપજ પોતાની દીકરીને પોતાની હવસનો શિકાર બનાવતો હતો દીકરીની માતાને ખબર પડતાં સમગ્ર મામલનો ભાંડો ફૂટ્યો અને ત્યાર બાદ મામલો પોલીસ ચોપડે નોંધાયો હતો. બનાવ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમ પિતાને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

અંકલેશ્વર તાલુકાના એક ગામમાં પિશાચ બનેલા પિતાએ કેટલી વાર માસુમ પુત્રીને પીંખી નાખી પોતાની હવસનો શિકાર બનાવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે 12 વર્ષની દીકરીની બાળકી છેલ્લા 3 મહિનાથી વારંવાર દુષ્કર્મનો ભોગ બની રહી હતી બાળકીના શરીરને પીંખતા આ પિશાચી પિતા સામે બાળકી કોઈને હકીકત પણ જણાવી શક્તિ ન હતી અને ચુપચાપ શારીરિક અને માનસિક યાતનાઓ સહન કરતી હતી. પિતાની કરતૂત જાહેર ન થાય તે માટે તે બાળકીને માર મારી ભયમાં રાખતો હતો.બે દિવસ અગાઉ માતાનું ધ્યાન દીકરીની પીડા તરફ જતા પૂછપરછમાં પિતાની પિશાચી કરતૂતનો પર્દાફાશ થતા માતા દીકરીને લઈ પોલીસ પાસે પહોંચી હતી. ઘટના અંગે માતાએ દીકરી સાથે થયેલા અમાનુષી અત્યાચારની પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો અને બળાત્કારની કલમો હેઠળ ગુનો દાખલ કરી નરાધમ પિતાની પોલીસે ગણતરીના કલકોમાં ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

Tags:    

Similar News