અરવલ્લી: મોડાસા ખાતે 74માં વન મહોત્સવની ઉજવણી, સાંસદ દીપસિંહ રાઠોડ રહ્યા ઉપસ્થિત

સાંસદ દીપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં મોડાસાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આ વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી

Update: 2023-08-05 10:31 GMT

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે 74માં વન મહોત્સવની સાંસદ દીપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે 74માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.અરવલ્લી જિલ્લાના સાંસદ દીપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં મોડાસાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આ વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી

જેમાં ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ લાભાર્થીઓને સહાયના ચેક સાંસદના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.વન વિભાગ દ્વારા પર્યાવરણ બચાવો અને પર્યાવરણ ના જતન માટે વિશેષ ઝુંબેશ શરૂ કરી હોવાનું જણાવ્યું હતું.અરવલ્લી જિલ્લા સાંસદ દીપસિંહ રાઠોડે વધુ વૃક્ષો વાવવા માટે પણ લોકોને અપીલ કરી હતી.

Tags:    

Similar News