અરવલ્લી : ચૂંટણી બાદ પ્રદેશ ભાજપના યુવા નેતા પર હુમલો, પોલીસે તપાસ હાથ ધરી

મેઘરજ પોલીસ મથકમાં યુવા નેતાએ ફરિયાદ નોંધાવી હતી,

Update: 2024-05-08 06:07 GMT

મળતી માહિતી અનુસાર, અરવલ્લી જિલ્લાના યુવા નેતા હિમાંશુ પટેલ ગતરોજ મતદાન પ્રક્રિયા દરમિયાન ભાજપના ચૂંટણી એજન્ટ તરીકે મેઘરજમાં હતા, ત્યારે મતદાન પૂર્ણ થયા બાદ પ્રદેશ ભાજપના નેતા હિમાંશુ પટેલ તેમની કારમાં સાથે બેઠેલા અન્ય મિત્રને મેઘરજમાં ઉતારી પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતા.

તે દરમિયાન મેઘરજ-માલપુર રોડ પર બાઈકો લઇ ધસી આવેલા 10થી વધુ લોકો લાકડી અને પથ્થરો વડે હુમલો કર્યો હતો. જેમાં કારના કાચ તોડી હિમાંશુ પટેલ પર હુમલો કરતા યુવા નેતાને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા મેઘરજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

સમગ્ર મામલે મેઘરજ પોલીસ મથકમાં યુવા નેતાએ ફરિયાદ નોંધાવી હતી, ત્યારે હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર મામલે એક શખ્સની અટકાયત કરવામાં આવી છે. તો બીજી તરફ, હુમલો કોઈ અદાવત કે, અન્ય ક્યાં કારણોસર થયો છે, તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

Tags:    

Similar News