અરવલ્લી :મૌલાના મુફ્તી સલમાન અઝહરીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા

મહારાષ્ટ્રના ઘાટકોપરના મૌલાના મુફ્તી સલમાન અઝહરીને જૂનાગઢ, કચ્છના સામખીયાળી અને અરવલ્લીના મોડાસામાં ભડકાઉ ભાષણ કર્યા બાદ સતત મુશ્કેલીઓ વધી રહી છે

Update: 2024-02-13 06:56 GMT

અરવલ્લીના મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં મૌલાના મુફતી સલમાન અઝહરી અને આયોજક ઈશાકભાઈ ઘોરી સામે ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી મામલે ફરિયાદ નોંધાઈ હતી આ મામલામાં કોર્ટે મૌલાનાના 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

મહારાષ્ટ્રના ઘાટકોપરના મૌલાના મુફ્તી સલમાન અઝહરીને જૂનાગઢ, કચ્છના સામખીયાળી અને અરવલ્લીના મોડાસામાં ભડકાઉ ભાષણ કર્યા બાદ સતત મુશ્કેલીઓ વધી રહી છે જૂનાગઢ પોલીસે ધરપકડ કર્યા બાદ કચ્છ પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા બાદ રિમાન્ડ પૂર્ણ થતા ભચાઉ કોર્ટે મૌલાના મુફ્તી સલમાન અઝહરીના જામીન મંજૂર કરતા મોડાસા શહેરમાં ભડકાઉ ભાષણ અને અનુસૂચિત જાતિ વિષે અપમાનજનક શબ્દોના ઉપયોગ માટે મોડાસા ટાઉન પોલીસે સ્ટેશનમાં ગુન્હો નોંધાતા અરવલ્લી પોલીસે મૌલાના મુફ્તીનો કચ્છ પોલીસ પાસેથી કબજો મેળવી મોડાસા કોર્ટમાં રજુ કરતા 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યાં હતામોડાસામાં 4 ડિસેમ્બરે યોજાયેલ નશામુક્તિ અભિયાન અને ધાર્મિક પ્રોગ્રામમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ કર્યું હતું.

Tags:    

Similar News