અરવલ્લી: સ્ટોર્મની આગાહી સત્ય સાબિત થવાની શરૂઆત

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમા અનેક જગ્યાએ કમોસમી વરસાદ વરસ્યો છે.

Update: 2024-04-12 06:12 GMT

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમા અનેક જગ્યાએ કમોસમી વરસાદ વરસ્યો છે. અરવલ્લી જિલ્લાના ભિલોડા પંથકમાં તો કરા પડ્યા છે, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોને તેમનો પાક બગડવાના કારણે નુકસાન થવાની ભીતિ છે.અરવલ્લી જિલ્લાના ભિલોડા પંથકમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે.

મઉં, લીલછા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. આમ તો ભર ઉનાળે માવઠું થતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. ગઇકાલ સવારથી જ અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશ કાળા વાદળોથી ઘેરાયા બાદ અંતે વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદના પગલે ખેડૂતોને પાક બગડવાની ચિંતા છે.

બીજી તરફ દાહોદ, બનાસકાંઠામાં કમોસમી વરસાદ વરસ્યો છે અને છોટાઉદેપુરમાં વીજળી પડતાં એકનું મોત પણ નોંધાયું છે. માર્કેટયાર્ડમાં વરસાદથી ખુલ્લું અનાજ બચાવવા દોડધામ દોડધામ મચી ગઈ હતી જ્યારે કે ખેડૂતોને ઊભા પાકની પણ ચિંતા થઈ રહી છે.

Tags:    

Similar News