અરવલ્લી : મોડાસા નગરપાલિકા માટે ડમ્પિંગ સાઇટની જગ્યા મામલે નોંધાયો ઉગ્ર વિરોધ, પથ્થરો મૂકી રસ્તો બંધ કરાયો....

ડંપિંગ સાઈડની જગ્યાની માપણીને લઈને ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો

Update: 2023-09-19 08:18 GMT

અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક આવેલા ગારૂડી ગામે ડંપિંગ સાઈડની જગ્યાની માપણીને લઈને ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. અરવલ્લી જીલ્લાના ગારુડી ગામે મોડાસા નગરપાલિકા દ્વારા પાલિકા વિસ્તારના કચરાના નિકાલ માટે નવી ડંપિંગ સાઈડ માટે જગ્યાની માપણી કરવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરાઇ હતી. ત્યારે ડંપિંગ સાઈડની જગ્યાની માપણીને લઈને ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં 400 થી વધુ પોલીસ કાફલા સાથે જમીન માપણીની કામગીરી હાથધરાઈ હતી.

ગારુડી કંપા,સીતપુર સહિત 5 થી વધુ ગામના લોકોએ વોરિધ નોંધાવ્યો હતો. ગારૂડી તરફ જવાના માર્ગો પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યા હતા. તો બીજી તરફ ગ્રામલોકોએ પણ પથ્થર મૂકી રસ્તો બંધ કર્યો હતો. પાલિકા માટે ડમ્પિંગ સાઇટ માટે નવીન જગ્યા ફાળવવામાં આવે તેવી કવાયત કરવામાં આવી હતી. ઉગ્ર વિરોધને લઈને પોલીસ વિરોધ પ્રદર્શન કરી રહેલા 30થી વધુ ગ્રામજનોની અટકાયત કરવામાં આવી હતી.

Tags:    

Similar News