નવા વર્ષની શરૂઆતમાં વધુ એક વડોદરાવાસીનું પતંગના દોરાથી ગળું કપાતા કરૂણ મોત...

Update: 2023-01-03 14:58 GMT

ઉત્તરાયણ પર્વ પહેલા વડોદરા સહિત અન્ય શહેરોમાં પતંગના દોરા જીવલેણ સાબિત થઈ રહ્યા છે. વિતેલા 72 કલાકમાં વડોદરામાં પતંગના દોરાના કારણે મૃત્યુ થયાની બીજી ઘટના આજે સામે આવી છે.

મળતી માહિતી અનુસાર, આજે બપોરે બાઇક સવાર સમા વિસ્તારમાં બાઇક પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન તેનું ગળું પતંગના દોરા વળે ચિરાયું હતું. લોહીલુહાણ હાલતમાં બાઇક ચાલકને એસએસજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. બાઇક ચાલકે ચાઈનીઝ દોરાના કારણે જીવ ગુમાવ્યો હોવાનું અનુમાન છે, ત્યારે ઉત્તરાયણ પર્વ પહેલા ચાઈનીઝ દોરા જીવલેણ સાબિત થતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. વર્ષ 2023ના પહેલા દિવસે વડોદરામાં હોકી પ્લેયરે પતંગના દોરાના કારણે જીવ ગુમાવ્યો હતો. આ અરેરાટી ભરી ઘટના બાદ પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. જેને કારણે આજે ફરી એકવાર ઘટનાનું પુનરાવર્તન થયું છે. રણોલીમાં રહેતા 46 વર્ષીય ભગવત પ્રસાદ ઠાકુર આજે સાંજના સમયે કોઈ કામ અર્થે બહાર ગયા હતા. આ દરમિયાન સમા કેનાલ નજીક તેમના ગળે પતંગનો દોરો આવી ગયો હતો. તેઓ કઈ સમજે તે પહેલાં જ તેમના ગળે દોરા વડે ઊંડો ઘા થઈ લોહી નિતરવાનું શરૂ થઈ ગયું હતું. ગળું કપાયેલી હાલતમાં તેઓને તાત્કાલિક 108 મારફતે સરકારી એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

Tags:    

Similar News