બનાસકાંઠા : GIDCમાંથી મળ્યું ભેળસેળ યુક્ત મરચુ, રૂ. 6 લાખનો 2100 કિલો જથ્થો જપ્ત...

Update: 2023-09-14 15:21 GMT

બનાસકાંઠા GIDCમાંથી અંદાજે રૂ. 6 લાખની કિંમતનો 2100 કિલો ભેળસેળ યુક્ત મરચાનો જથ્થો મળી આવતા રાજ્યના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે ખાણીપીણી સહિત ખાદ્ય પદાર્થોના ચેકિંગ માટે સ્પેશ્યલ ડ્રાઇવ યોજવામાં આવે છે. આ બાબતને ધ્યાને લઈને બનાસકાંઠા જિલ્લામાં ખોરાક ઔષધ નિયમન કમિશનરના આદેશાનુસાર ખાદ્ય મસાલાઓમાં ભેળસેળ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે બનાસકાંઠા GIDC ખાતેથી પાલનપુરની સ્થાનિક ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 6 લાખ રૂપિયાનો ભેળસેળયુકત મરચાનો આશરે 2100 કિલોગ્રામનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

Full View

મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા GIDCમાં એક વેપારી મરચામાં કલરની ભેળસેળ કરે છે, તેવી બાતમીનાં આધારે રેડ પાડી હતી. સમગ્ર મામલે ખોરાક ઔષધ નિયમન કમિશનર ડો. એચ.જી.કોશિયાએ જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોને જીવનજરૂરી ખાદ્યચીજ વસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે ખાદ્યચીજોના નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે બનાસકાંઠા GIDC ખાતેથી અંદાજે 6 લાખ રૂપિયાનો ભેળસેળ યુકત મરચાનો આશરે 2100 કિલોગ્રામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

Tags:    

Similar News