ભરૂચ: વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ, વિવિધ વિસ્તારોમાં વરસ્યો વરસાદ

Update: 2023-07-09 06:40 GMT

ભરૂચ શહેરમાં વરસાદી માહોલ

વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો

વાતાવરણમાં ઠંડક

ભરૂચ શહેરમાં આજરોજ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ભરૂચ શહેરમાં પણ વાતાવરણમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આજે સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ હતુ ત્યાર બાદ વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોએ ગરમીથી હાશકારો અનુભવ્યો હતો. આજે રવિવારની રાજાની મજા લોકોએ વરસાદ સાથે માણી હતી

Tags:    

Similar News