ગુજરાત ભાજપમાં રાષ્ટ્રીય કારોબારી બેઠક બાદ આવી શકે છે મોટા બદલાવ, વાંચો વધુ...

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ હવે પ્રદેશ ભાજપમાં બદલાવ થઈ શકે છે. સંગઠનના હોદ્દા પર રહેલા જે વિધાનસભા જીત્યા તેમના રાજીનામા લેવાઈ શકે છે.

Update: 2023-01-13 11:24 GMT

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ હવે પ્રદેશ ભાજપમાં બદલાવ થઈ શકે છે. સંગઠનના હોદ્દા પર રહેલા જે વિધાનસભા જીત્યા તેમના રાજીનામા લેવાઈ શકે છે. મહત્વનું છે કે, ભાજપમાં એક વ્યક્તિ એક હોદ્દાની પોલીસી પર કામ થશે. આ તરફ ચૂંટણીમાં અનેક શહેર-જિલ્લાના પ્રમુખ ઉપ-પ્રમુખ, મહામંત્રી ચૂંટણી લડ્યા હતા. જોકે, હવે પ્રદેશ સંગઠનના કેટલાક નેતાઓ ચૂંટણી જીત્યા છે તેમના રાજીનામા લેવાશે.

ભારતીય જનતા પાર્ટીમાં ફરી એક વાર એક વ્યક્તિ એક હોદ્દાની પોલીસી પર કામ કરવાની કવાયત શરૂ થઈ છે. મળતી વિગતો મુજબ, આગામી દિવસોમાં ભાજપમાં કેટલાક ફેરબદલ થશે. જેમાં સંગઠનના હોદ્દા પર રહેલા જે નેતાઓ વિધાનસભાની ચૂંટણી જીત્યા હોય તેમના રાજીનામા લેવાશે. જેનો મુખ્ય હેતુ એક વ્યક્તિ એક હોદ્દાની પોલીસી પર કામ કરવાનો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના અનેક નેતાઓ, આગેવાનોએ ઝંપલાવ્યું હતું. જેમાંથી અનેક વ્યક્તિની જીત પણ થઈ છે. જોકે, હવે જે નેતા કે આગેવાનોએ વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી છે, તે પ્રદેશ સંગઠનના તમામ નેતાઓના રાજીનામાં લઈ લેવામાં આવશે. મહત્વનું છે કે, અનેક શહેર-જિલ્લાના પ્રમુખ ઉપ-પ્રમુખ, મહામંત્રી ચૂંટણી લડ્યા હતા. માનવામાં આવે છે કે, રાષ્ટ્રીય કારોબારીની બેઠક બાદ ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનમાં ફેરફાર કરવામાં આવશે.

Tags:    

Similar News