આદિવાસી વિસ્તારમાં જંગલની જમીન મુદ્દે રાજ્ય સરકારનો મોટો નિર્ણય,લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં થશે ફેરફાર

આદિવાસીની જંગલની જમીનના કેસ લેન્ડ ગ્રેબિંગ હેઠળ નહીં ગણાય તેવી જાહેરાત આદિજાતિ મંત્રી નરેશ પટેલે જાહેરાત કરી છે.

Update: 2022-01-24 11:46 GMT

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનાં વર્ષમાં આદિવાસીઓના નિર્ણાયક પ્રશ્નોના ઉકેલથી રાજ્ય સરકાર શરૂઆત કરતી હોય તેમ આદિવાસી ,જંગલ અને જમીનને લાગતો એક મોટો નિર્ણય સરકારે કર્યો છે.આદિવાસીની જંગલની જમીનના કેસ લેન્ડ ગ્રેબિંગ હેઠળ નહીં ગણાય તેવી જાહેરાત આદિજાતિ મંત્રી નરેશ પટેલે જાહેરાત કરી છે. રાજ્ય સરકારે આદિજાતિ વિસ્તાર માટે લેન્ડગ્રેબિંગ એક્ટમાં સુધારો કરવાની વાત કરતા કહ્યું કે, જમીન માંગણીની અરજી પેન્ડિંગ હશે તેની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાગુ નહીં થાય.

આદિજાતિ વિસ્તારોમાંથી સમગ્રતયા મળેલી રજૂઆતનાં આધારે આ નિર્ણય કરાયો છે. રાજ્યમાં સેંકડો આદિવાસીને જંગલની જમીન હજુ મળી નથી ત્યારે લેંડ ગ્રેબિંગના નામે અનેક આદિવાસીને હેરાન કરતા હોવાની ફરિયાદો મળી હતી. હાલમાં સેંકડો આદિવાસી જંગલની જમીન પર ખેતી કરી રહ્યા છે. આદિવાસીઓને 2006ના કાયદા મુજબ જંગલની જમીન મળવાનો હક હોય, રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારોમાં જંગલની જમીન બાબતે કાયદો સુધારણાની વાત કરી છે.  

Tags:    

Similar News