ઉત્તર ગુજરાત માટે મોટા સમાચાર, બનાસકાંઠાના 156 તળાવ નર્મદાના નીરથી છલકાશે

ઉત્તર ગુજરાતના લોકો માટે સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. CM ભૂપેન્દ્ર પટેલ કસરા-દાંતીવાડા પાઈપલાઈન અને ડીંડરોલ-મુક્તેશ્વર પાઈપલાઈન કામને મંજૂરી આપી દીધી છે.

Update: 2022-06-21 05:22 GMT

ઉત્તર ગુજરાતના લોકો માટે સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. CM ભૂપેન્દ્ર પટેલ કસરા-દાંતીવાડા પાઈપલાઈન અને ડીંડરોલ-મુક્તેશ્વર પાઈપલાઈન કામને મંજૂરી આપી દીધી છે.

કસરા-દાંતીવાડા પાઈપલાઈનથી બનાસકાંઠાના 156 તળાવ નર્મદાના નીરથી ભરાશે. પાટણના બે તાલુકાના 96 તળાવ પણ ભરવામાં આવશે. આશરે દોઢ લાખ હેક્ટર જમીનને સિંચાઈના પાણીના લાભ મળશે. સરકારના આ નિર્ણયથી જિલ્લાના અંતરિયાળ વિસ્તાર પૂરતું પાણી મળશે. ડીંડરોલ-મુક્તેશ્વર પાઇપલાઇનથી 100 ક્યુસેક પાણી નું વહન થશે તાજેતરમાં જ બનાસકાંઠાના 125 ગામની મહિલા ખેડૂતોએ PMને પોસ્ટકાર્ડ લખ્યા હતાં.

PMને પોસ્ટકાર્ડ લખીને મહિલા ખેડૂતોએ પાણી માટેની માંગ કરી હતી. મહિલા ખેડૂતો દ્વારા કરમાવાદ તળાવ અને મુક્તેશ્વર ડેમ માં પાણી ભરવા અંગેની રજૂઆત કરવામાં આવી હતી. મહિલાઓ દ્વારા પાણી માટે 'પોસ્ટકાર્ડ આંદોલન' ચલાવવામાં આવ્યું.તો કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ આ આંદોલનના સમર્થનમાં આવ્યા હતા અને સરકાર સામે મોરચો માંડ્યો હતો .

Tags:    

Similar News