ગુજરાતમાં નવા વર્ષના પ્રથમ દિવસે કોરોનાનો વિસ્ફોટ, રાજયમાં 1,000થી વધુ કેસ

રાજયમાં ફરી એક વખત કોરોનાનો કહેર જોવા મળી રહયો છે. કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ હોય તેમ ઉત્તરોતર કેસ વધી રહયાં છે.

Update: 2022-01-01 14:26 GMT

રાજયમાં ફરી એક વખત કોરોનાનો કહેર જોવા મળી રહયો છે. કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ હોય તેમ ઉત્તરોતર કેસ વધી રહયાં છે. નવા વર્ષના પ્રથમ દિવસે જ કોરોનાના એક હજાર કરતાં વધારે દર્દીઓ નોંધાયાં છે.

તહેવારો અને ચુંટણીઓ બાદ કોરોનાના કેસોમાં હવે ઝડપથી વધારો થઇ રહયો છે. રાજયમાં કોરોનાની ત્રીજી લહેર આવી હોય તેમ લાગી રહયું છે. મહિનાઓ બાદ પહેલીવાર રાજયમાં 1000થી વધારે કેસ નોંધાયા છે. 24 કલાકમાં કોરોનાના 1069 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 559 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ નવસારીમાં કોરોનાના કારણે એક દર્દીનું મોત નોંધાયું છે. રાજયમાં 9 જિલ્લામાં આજે કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. રાજ્યમાં ઓમિક્રોનના 23 નવા કેસ નોંધાયા છે. જેમાં ભરૂચના એક કેસનો પણ સમાવેશ થાય છે. લંડનથી પરત આવેલાં ટંકારીયાના રહીશનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. રાજયની વાત કરવામાં આવે તો ઓમિક્રોનના અત્યાર સુધીમાં કુલ 136 કેસમાંથી 65 દર્દી ડિસ્ચાર્જ થયા છે. રાજયમાં જે પ્રકાર કોરોના વાયરસના કેસ વધી રહયાં છે તે જોતા હવે ફરીથી કડક પ્રતિબંધોની જરૂરીયાત વર્તાય રહી છે. 

Tags:    

Similar News