દાહોદ: PM મોદીના હસ્તે ઐતિહાસિક છાબ તળાવનું ઈ- લોકાર્પણ કરાશે,રૂ.117 કરોડના ખર્ચે કરાયુ છે નવીનીકરણ

વડાપ્રધાન રુપિયા 117 કરોડના ખર્ચે નવીનીકરણ થયેલ છાબ તળાવની દાહોદવાસીઓને ભેટ આપશે

Update: 2023-09-26 05:54 GMT

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઐતિહાસિક છાબ તળાવનું ઈ- લોકાર્પણ કરવામાં આવશે. છોટાઉદેપૂર ખાતે યોજાનાર કાર્યક્રમમાં વડાપ્રધાન રુપિયા 117 કરોડના ખર્ચે નવીનીકરણ થયેલ છાબ તળાવની દાહોદવાસીઓને ભેટ આપશે દાહોદના છાબ તળાવ સાથે જોડાયેલ ઐતિહાસિક વાત કરીએ તો... માળવા ઉપર ચઢાઇ કરવા જઇ રહેલા સિદ્ધરાજ જયસિંહએ દાહોદમાં લાવલશ્કર સાથે છાવણી નાખી.

એ વિસ્તાર આજે પણ પડાવ તરીકે ઓળખાય છે. આ સૈનિકની સંખ્યા એટલી બધી હતી કે પાણીની જરૂરિયાત માટે તમામે એક એક એક છાબ ભરી માઢી કાઢી એટલે આ છાબ તળાવનું નિર્માણ થયું. હજું પણ ત્યાં ખોદકામ દરમિયાન પુરાતત્વીય અવશેષો મળી આવે છે. આવા ઐતિહાસિક તળાવના નવનિર્માણનું કાર્ય સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઐતિહાસિક છાબ તળાવનું ઈ- લોકાર્પણ કરવામાં આવશે. છોટાઉદેપૂર ખાતે યોજાનાર કાર્યક્રમમાં વડાપ્રધાન રુપિયા 117 કરોડના ખર્ચે નવીનીકરણ થયેલ છાબ તળાવની દાહોદવાસીઓને ભેટ આપશે...

Tags:    

Similar News