ડાંગ : વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે આહવા ખાતે યોજાય રક્તદાન શિબિર, રક્તદાતાઓએ કર્યું રક્તદાન...

Update: 2023-06-14 10:11 GMT

તા. ૧૪ જુનના રોજ વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સંચાલિત બ્લડ બેન્ક દ્વારા આયોજિત રક્તદાન શિબિરની શરૂઆત અસંખ્ય વખત રક્તદાન કરનારા રક્તદાતા એવા સામાજિક કાર્યકર ઝાકીર શેખ ઉર્ફે ઝાકીર ઝંકાર દ્વારા રક્ત આપીને કરવામાં આવી હતી. આ પ્રસંગે બ્લડ બેંક કમિટીના મેમ્બર અને ડિરેકટર એવા ઝાકીર શેખે વધુમાં વધુ લોકો રક્તદાન કરે, અને અમૂલ્ય માનવ જિંદગી બચાવવાના પુણ્યકાર્યમાં સહયોગી થાય તેવી અપીલ કરી હતી.

Tags:    

Similar News