ડાંગ : રાજ્ય મંત્રી જીતુ ચૌધરીની ઉપસ્થિતિમાં 'નિરામય ગુજરાત' કાર્યક્રમનો શુભારંભ કરાયો.

ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત કરવાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરતા મંત્રી જીતુ ચૌધરીએ જણાવ્યુ

Update: 2021-11-12 10:26 GMT

કોરોના જેવી મહામારીથી પ્રજાજનોને કાયમી રીતે સુરક્ષા પ્રદાન કરી શકે તેવા ઉમદા હેતુથી રાજ્ય સરકારે 'નિરામય ગુજરાત' અભિયાન હાથ ધર્યુ છે. જેના થકી છુપા રોગો સોધીને પ્રજાજનોને તંદુરસ્ત બનાવવાની કવાયત હાથ ધરવામા આવી છે તેમ મંત્રી જીતુ ચૌધરીએ જણાવ્યુ હતું.

આહવા ખાતે 'નિરામય ગુજરાત' કાર્યક્રમનો શુભારંભ કરાવતા મંત્રીએ પાણીજન્ય રોગોથી પ્રજાકીય જાનમાલને નુકશાન ન થાય તે માટે પણ રાજ્ય અને કેન્દ્ર સરકાર ચિંતિત છે, તેમ જણાવ્યુ હતું. 'નલ સે જલ'ની યોજના અંતર્ગત સૌ પ્રજાજનોને પીવાનુ શુદ્ધ પાણી પૂરુ પાડવાનું સ્વપ્ન વડાપ્રધાનએ સેવ્યુ છે, જેને સાકાર કરવાનો રાજ્ય સરકારએ પ્રયાસ આદર્યો છે. ડાંગની શુદ્ધ આબોહવામા ઉત્પાદિત ખેત પેદાશોને 100 ટકા પ્રાકૃતિક ખેતી તરફ વાળીને, ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત કરવાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરતા મંત્રી જીતુ ચૌધરીએ, પ્રજાજનોને રોગયુક્ત જીવનશૈલી તરફ દોરી જવાનો મહામહિમ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો સ્તુત્પ પ્રયાસ છે તેમ પણ જણાવ્યુ હતુ. ડાંગના પ્રજાજનોને સ્વસ્થ જીવન જીવવા માટેનુ માર્ગદર્શન આપતા મંત્રી જીતુ ચૌધરીએ 'નિરામય ગુજરાત'ના કાર્યક્રમની વિભાવતા સ્પષ્ટ કરી, સૌને સહિયારી ભાગીદારી દાખવવાની હિમાયત કરી હતી.

Tags:    

Similar News