કચ્છમાં DRIની મોટી કાર્યવાહી,ગેરકાયદે સોપારીનો રૂપિયા 5 કરોડ 71 લાખનો જથ્થો કર્યો જપ્ત

Update: 2024-02-07 04:34 GMT

કચ્છમાં ફરી એક્વાર DRIએ સૌથી મોટી કાર્યવાહી કરી છે. વાત જાણે એમ છે કે, DRIએ વધુ એકવાર ગેરકાયદે સોપારીની દાણચોરી પકડી પાડી છે. પ્રાથમિક વિગતો મુજબ સોપારીનો જથ્થો 'બેઝ ઓઇલ' ડ્રમ્સમાં છુપાવાયો હતો. જેમાં કન્ટેનરમાં બેઝ ઓઇલ પાર્સલની ઓળખ આપી UAEથી મુન્દ્રા પોર્ટ લવાઈ હતી. જોકે ભારતમાં સપ્લાય કરવાની નવી મોડેશ ઓપરેન્ડીનો DRIએ પર્દાફાશ કર્યો છે.

કચ્છના મુંદ્રા પોર્ટ પર કન્ટેનરમાં બેઝ ઓઇલ પાર્સલની ઓળખ આપી 'બેઝ ઓઇલ' ડ્રમ્સમાં છુપાવી UAEથી ગેરકાયદે સોપારીનો જથ્થો લાવવામાં આવ્યો હતો. જે બાદમાં અહીથી ભારતમાં આ ગેરકાયદે સોપારી સપ્લાય કરવાની નવી મોડશ ઓપરેન્ડીનો DRIએ પર્દાફાશ કર્યો છે. આ સાથે DRIએ ગેરકાયદે 83 મેટ્રિક ટન સોપારી અંદાજે રૂપિયા 5 કરોડ 71 લાખનો જથ્થો જપ્ત કર્યો છે. વિગતો મુજબ 738 ડ્રમમાંથી 658 ડ્રમમાં સોપારી અને 80 ડ્રમમાં બેઝ ઓઈલ મળી આવ્યું છે.

Tags:    

Similar News