પૂર્વ રાજ્યપાલે PM મોદીના કર્યા વખાણ, કહ્યું- PM કૃષ્ણની જેમ ભત્રીજાવાદ ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે

કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ શુક્રવારે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન કૃષ્ણની જેમ ભત્રીજાવાદને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Update: 2022-08-20 04:00 GMT

કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ શુક્રવારે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન કૃષ્ણની જેમ ભત્રીજાવાદને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. વજુભાઈ વાળા અહીં કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રા દરમિયાન પત્રકારો સાથે વાત કરી હતી.

ગુજરાતના પૂર્વ મંત્રીએ કહ્યું કે વડાપ્રધાન મોદી ભારત અને તેની સંસ્કૃતિને સફળ બનાવવા માટે કામ કરી રહ્યા છે. વજુભાઈ વાળાએ જણાવ્યું કે આપણે ભારતને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાનું છે, મહિલા સશક્તિકરણ કરવું છે. તેમણે ભત્રીજાવાદ સામે ચેતવણી પણ આપી હતી. તેમણે કહ્યું, "મોદી ભગવાન કૃષ્ણની જેમ જ દેશમાં ભત્રીજાવાદનો અંત લાવવાનું કામ કરી રહ્યા છે. કૃષ્ણએ અધાર્મિક લોકો સામે લડાઈ લડી અને ખોટું કરી રહેલા પોતાના સંબંધીઓને પણ છોડ્યા નહીં. તેમણે કંસ અને શિશુપાલની હત્યા કરી હતી." તેમણે વધુમાં કહ્યું કે, મોદી પણ એ જ કામ' કરી રહ્યા છે.

15 ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ) ના રોજ લાલ કિલ્લા પરના તેમના ભાષણમાં, વડા પ્રધાને ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદને ભારતના મુખ્ય મુદ્દાઓ તરીકે ઓળખાવ્યા હતા. તેમણે મહિલા સશક્તિકરણની જરૂરિયાત વિશે પણ વાત કરી હતી.

Tags:    

Similar News