ગાંધીનગર : કોપર ટ્યુબ ઉત્પાદનનો પ્રથમ પ્લાન્ટ ગુજરાતમાં સ્થપાશે, મેટટ્યુબ કોપર ઇન્ડીયા અને ગુજરાત સરકાર વચ્ચે MoU

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના ધ્યેયને સાકાર કરતો કોપર ટ્યુબ ઉત્પાદનનો પ્રથમ પ્લાન્ટ ગુજરાતમાં સ્થપાશે છે.

Update: 2023-02-13 11:14 GMT

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના ધ્યેયને સાકાર કરતો કોપર ટ્યુબ ઉત્પાદનનો પ્રથમ પ્લાન્ટ ગુજરાતમાં સ્થપાશે, ત્યારે આગામી દિવસોમાં એરકન્ડીશનીંગ અને રેફ્રિજરેશન એપ્લીકેશનમાં વપરાશમાં લેવાતી કોપર ટ્યુબનું ઉત્પાદન ગુજરાતમાં થશે તેવું આયોજન કરાયું છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ગુજરાત સરકારના ઉદ્યોગ, ખાણ વિભાગ અને કોપર ટ્યુબના ઉત્પાદન તથા વિકાસમાં અગ્રણી કંપની મેટટ્યુબ કોપર ઇન્ડીયા પ્રા.લિ. વચ્ચે ગાંધીનગરમાં MoU સંપન્ન થયા હતા. સાણંદ-II ઔદ્યોગિક વિસ્તારમાં મેટટ્યુબ ઇન્ડીયા પ્રા.લિ. પોતાનો આ કોપર ટ્યુબ મેન્યૂફેકચરીંગ પ્લાન્ટ શરૂ કરશે, જે સંભવતઃ જાન્યુઆરી 2024માં ઉત્પાદન શરૂ કરે તેવી નેમ રાખવામાં આવી છે. આ સૂચિત પ્રોજેક્ટના પ્રથમ તબક્કાની ઇકો સિસ્ટમ દ્વારા અંદાજે 1500 લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી મળતી થશે.

Tags:    

Similar News