ગાંધીનગર : હવામાન વિભાગે ઓગસ્ટમાં હળવા વરસાદની કરી આગાહી, જુઓ ગુજરાતમાં કેટલું થયું ખરીફ પાકનું વાવેતર

Update: 2022-08-03 04:59 GMT

70 લાખથી વધુ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર

આગામી પાંચ દિવસ સુધી છૂટો છવાયો વરસાદ

ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની સંભાવના નહિવત

રાજયભરમાં આગામી પાંચ દિવસ સુધી છૂટો છવાયો વરસાદ પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને સાથે જ રાજ્યમાં 70 લાખથી વધુ હેક્ટર ખરીફ પાકનું વાવેતર થયું હતું.

ગુજરાત સાર્વત્રિક વરસાદ થતાં ચાલુ વર્ષે અંદાજે 70 લાખથી વધુ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. ગાંધીનગર સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે યોજાયેલ વેઘર વોચ ગ્રુપની બેઠકમાં આગામી દિવસોમાં હવામાનની સ્થિતિ, ખરીફ પાક વાવેતર અને જળાશયોની સંગ્રહશક્તિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાહત કમિશ્નરએ જણાવ્યું કે રાજ્યના 206 જળાશયોમાં કુલ સંગ્રહશક્તિના 60 ટકા જ્યારે સરદાર સરોવર જળાશયમાં 78 ટકા પાણીનો સંગ્રહ છે. હવામાન વિભાગના નિયામકએ જણાવ્યું કે આગામી પાંચ દિવસમાં રાજયના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મઘ્યમ વરસાદ ૫ડવાની સંભાવના છે જ્યારે ઓગસ્ટ માસ દરમિયાન ભારે વરસાદની સંભાવના નહિવત છે.


Tags:    

Similar News