ગરમી વેઠવા તૈયાર થઈ જજો..! : આગામી 4-5 દિવસમાં વધી શકે છે તાપમાનનો પારો, હવામાન વિભાગની આગાહી...

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 4-5 દિવસ ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અથવા તો તેનાથી વધુ જઈ શકે છે.

Update: 2024-04-05 08:04 GMT

ગુજરાત રાજ્યના ઉત્તર અને દક્ષિણ તરફના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ ઝડપી બનશે. જેના કારણે આગામી 4-5 દિવસોમાં ઉત્તર ગુજરાતના મેદાની પ્રદેશ તરફથી પવનો ફૂંકાવાના કારણે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. ત્યારબાદ ધીમે ધીમે તાપમાનનો પારો વધતા ગરમીનો અનુભવ થશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 4-5 દિવસ ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અથવા તો તેનાથી વધુ જઈ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તાપમાનનો પારો ઉંચકાય તેવી સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અગાઉ હવામાન વિભાગ દ્વારા એપ્રિલ મહિનાના બીજા સપ્તાહમાં મોટાભાગના જિલ્લાનું તાપમાન વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. ઉપરાંત સામાન્ય તાપમાન કરતાં એક ડિગ્રી તાપમાન વધુ રહેવાની સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી હતી, તે અનુસાર એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં વાદળછાયા વાતાવરણ બાદ બીજા સપ્તાહથી સીધા કિરણો જમીન પર પડતાં ગરમીનો અનુભવ વધુ પ્રમાણમાં થાય તેવી શક્યતા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે, 3 દિવસ સુધી તાપમાન યથાવત્ રહેશે. કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયું વાદળછાયું વાતાવરણ અનુભવાશે. ત્યારબાદ ચોથા અને પાંચમા દિવસથી ધીમે ધીમે તાપમાનનો પારો સૌરાષ્ટ્ર-કચ્છ તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તેમાં પણ અમદાવાદ અને આસપાસના શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોચી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધી પણ શકે છે. આથી જો શહેરીજનો ગરમીથી રાહતનો અનુભવ કરતા હોય તો ફરીથી ગરમી વેઠવા માટે તૈયાર થઈ જજો. એક સપ્તાહ સુધી કોઈ પણ સ્થળે હિટવેવ અથવા વોર્મ નાઈટની આગાહી કરવામાં આવી નથી.

Tags:    

Similar News