ગીરસોમનાથ: સેમરવાવ ખાતે રૂ 2 કરોડના ખર્ચે જિલ્લા જેલનુ કરવામાં આવશે નિર્માણ, ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો

ગીર સોમનાથ જિલ્લાના સેમરવાવ ખાતે રૂ 2 કરોડના ખર્ચે નિર્માણાધીન જિલ્લા જેલનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું

Update: 2023-06-27 09:43 GMT

ગીર સોમનાથ જિલ્લાના સેમરવાવ ખાતે રૂ 2 કરોડના ખર્ચે નિર્માણાધીન જિલ્લા જેલનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અધિકારીઓએ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના સેમરવાવ ખાતે રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા અંદાજે રૂપિયા 72 કરોડનાં ખર્ચે જિલ્લા જેલના રહેણાંક અને બિન રહેણાંક આવાસો જેલ બિલ્ડીંગનું જેલ અને સુધારાત્મક વહીવટ અધિક પોલીસ મહાનિદેશક કે.એલ.એન.રાવના હસ્તે ખાતમુહૂર્ત તેમજ તક્તી અનાવરણ કરવામાં આવ્યું હતું. ગીરસોમનાથ જિલ્લા જેલના નિર્માણ માટે તાલાળા તાલુકાના સેમરવાવ મુકામે કુલ-16 એકર જમીન ફાળવવામાં આવેલ છે. રૂ 2 કરોડથી વધુના ખર્ચે બનનાર આધુનિક જિલ્લા જેલમાં 480 પુરુષ તેમજ 60 મહિલા કેદી એમ હાલ 550થી વધુ કેદીઓ તેમજ 24 પુરૂષ બેરેક, 03 મહિલા બેરેકની વ્યવસ્થા કરવામાં આવશે અને ભવિષ્યમાં આ ક્ષમતાને 1000 કેદી ક્ષમતા સુધી વધારી શકાય તે રીતે બાંધકામનુ આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રસંગે શિક્ષણવિદ્ ડો.ઈંદુબહેન રાવ, જુનાગઢ જિલ્લા જેલ અધિક્ષક નાસિરૂદ્દીન.એસ.એલ, સેમરવાવ સરપંચ હારૂન ચોરવાડી સહિતના આગેવાનો અને સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Tags:    

Similar News