આણંદમાં સર્જાયો ગોજારો અકસ્માત, એક્ટિવામાં જતાં પરિવારને કારે ઉલાળતા પિતા-પુત્રીના સ્થળ પર મોત, માતાની હાલત ગંભીર....

રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં જ મહેસાણામાં ટ્રકે એક રીક્ષાને ટક્કર મારતા એક જ ગામના ચાર લોકોના મોત થયા હતા.

Update: 2023-11-06 07:57 GMT

રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં જ મહેસાણામાં ટ્રકે એક રીક્ષાને ટક્કર મારતા એક જ ગામના ચાર લોકોના મોત થયા હતા. ત્યારે આજે આણંદ જિલ્લામાંથી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક પરિવારનો માળો વિખેરાયો હતો. એક્ટિવા પર જઈ રહેલા પરિવારને એક કાર ચાલકે અડફેટે લીધા હતા. કાર ચાલકે જોરદાર ટક્કર મારતા માતા-પિતા અને બે પુત્રી ફંગોળાઈ ગયા હતા. આણંદના બોરસદ-રાસ રોડ ઉપર એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક્ટિવામાં બેસીને જઈ રહેલા પરિવારને સ્વીફ્ટ કારે ફૂટબોલની જેમ રોડ પર ઉછાડ્યા હતા. જેથી પિતા તેમજ બે પુત્રીઓ રોડ પર નીચે પટકાયા હતા. જ્યારે માતા 15 ફૂટ ઉછળી રોડથી દૂર બાવળિયામાં ફંગોળાઈ ગઈ હતી. આ અકસ્માતમાં એક પુત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે પિતાનું સારવારમાં મોત થયું હતું. તેમજ માતા અને એક પુત્રી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અકસ્માતને પગલે રોડ પર લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. તેમજ આ અકસ્માતના હચમચાવી નાખતા CCTV પણ સામે આવ્યાં છે. જેમાં સેકન્ડની ભૂલ મોતના માતમમાં ફેરવાઈ હોય તેવું સાફ સાફ જોવા મળી રહ્યું છે.

Tags:    

Similar News