ગુજરાત કોંગ્રેસે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર ૩૮ નેતાઓને કર્યા સસ્પેન્ડ,આકરા પગલા લેવાતા ફફડાટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ એક્શનમાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે કોંગ્રેસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે.

Update: 2023-01-20 10:46 GMT

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ એક્શનમાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે કોંગ્રેસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે. કોંગ્રેસ શિસ્ત સમિતિ દ્વારા 38 કાર્યકર-પદાધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો બીજીબાજુ શિસ્ત સમિતિ દ્વારા 4 લોકો વિરુદ્ધ હજુ ઉંડી તપાસ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં શિસ્ત ભંગ કર્યો હોય તેવી કુલ 71 ફરિયાદો મળી હતી. જેમાં સ્પષ્ટ રજૂઆત છે તેવા કુલ 38 કાર્યકર્તા-આગેવાનોને તેમના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે કોંગ્રેસની શિસ્ત સમિતિ દ્વારા સુરેન્દ્રનગર અને નર્મદા જિલ્લા પ્રમુખને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાજપૂત અને નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેશ વાળંદને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ જિલ્લા પ્રમુખ પી.ડી. વસાવાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પક્ષ વિરોધી પ્રવૃત્તી બદલ પૂર્વ ધારાસભ્ય પી.ડી વસાવાને પણ પાર્ટી માંથી દૂર કરી દેવામાં આવ્યા છે

Tags:    

Similar News