હિંમતનગરના ડો. નલિનકાંત ટાઉન હોલમાં આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી, માનવીની ભવાઈ નાટક રજૂ કરાયું

સાબરકાંઠાની ધન્ય ધરા પર જન્મેલા કવિ ઉમાશંકર જોષી અને પન્નાલાલ પટેલના જન્મ દિન નિમિત્તે જીવન ઝરમર દર્શાવતો કાર્યક્રમ ધારાસભ્ય અધ્યક્ષતામાં હિંમતનગરના ડો.નલીનકાન્ત ગાંધી ટાઉનહોલ ખાતે યોજાયો હતો.

Update: 2022-05-08 04:58 GMT

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત રાજ્ય સંગીત અકાદમી નાટક ગાંધીનગરના આર્થિક સહયોગથી સાબરકાંઠાની ધન્ય ધરા પર જન્મેલા કવિ ઉમાશંકર જોષી અને પન્નાલાલ પટેલના જન્મ દિન નિમિત્તે જીવન ઝરમર દર્શાવતો કાર્યક્રમ ધારાસભ્ય અધ્યક્ષતામાં હિંમતનગરના ડો.નલીનકાન્ત ગાંધી ટાઉનહોલ ખાતે યોજાયો હતો.


હિંમતનગરના ડો. નલિનકાંત ટાઉન હોલમાં આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ૫૦ થી ૭૦ જેટલા કલાકારો દ્વારા કવિ ઉમાશંકર જોષીના ગીતો અને પન્નાલાલ પટેલની નવલકથા આધારીત માનવીની ભવાઈ નાટક રજૂ કરી રંગ દેવતાના ચરણે પોતાની કલા પ્રસ્તુત કરી હતી. ગુજરાતી સાહિત્યના પ્રસિધ્ધ કવિ માધવ રામાનુજે ઉમાશંકર જોષી અને પન્નાલાલ પટેલના જન્મ દિન નિમિત્તે તેમના વિષે રસપ્રદ વાતો પ્રેક્ષકગણ સમક્ષ મૂકી હતી. કાર્યક્રમમાં કવિ ઉમાશંકર જોષી અને પન્નાલાલ પટેલના જીવન આધારીત ડોક્યુમેન્ટ્રી રજૂ કરવામાં આવી હતી. કલા અને સાહિત્યના આ કાર્યક્રમમાં સ્થાનિક કવિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમામાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, જિલ્લા પંચાયત દંડક ધીરેનભાઈ અસારી, નગરપાલિકા પ્રમુખ યતીનબેન મોદી, કવિવર રામાનુજ, ભરત વ્યાસ, પ્રકાશ વૈધ, નિરંજન શર્મા, કલાકારો તેમજ મોટી સંખ્યામાં સાહિત્યપ્રેમી તેમજ કલાપ્રેમીઓ હાજર રહ્યા હતા.

Tags:    

Similar News