ગુજરાતમાં આજે કોરોનાના નવા 21 કેસ નોંધાયા, 30 દર્દીઓ થયા રિકવર

ગુજરાતમાં આજે કોરોનાના નવા 21 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 30 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,648 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

Update: 2021-09-27 16:37 GMT

ગુજરાતમાં આજે કોરોનાના નવા 21 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 30 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,648 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી. આજે 4,96,485 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 142 કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે, જ્યારે 138 નાગરિકો સ્ટેબલ છે. 8,15,648 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 6, વલસાડ 5, સુરત કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશનમાં 3, ભાવનગર કોર્પોરેશન 1, ગાંધીનગર 1, કચ્છ 1 અને નવસારીમાં 1 કેસ નોંધાયો છે.

રાજ્યમાં આજના દિવસમાં 4,96,485 કુલ રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં 6,00,20,944 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

Tags:    

Similar News