જામનગર : બેડી રોડ પર અવાવરુ જગ્યામાંથી 10 કરોડ રૂપિયાનું મળ્યું ડ્રગ્સ

જામનગર માં બેડી રોડ પર અવાવરુ જેવી જગ્યા માંથી એટીએસ અને સ્થાનિક પોલીસ દ્વારા દસ કરોડ નો ડ્રગ્સ ઝડપી પાડ્યો હતો

Update: 2021-11-22 16:38 GMT

ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી છેલ્લા કેટલાય દિવસોથી લાખોમાં નહીં પણ કરોડો ની કિંમત નો ડ્રગ્સ મળી આવવાનો સિલસિલો ચાલુ છે ત્યારે આજે જામનગર માં બેડી રોડ પર અવાવરુ જેવી જગ્યા માંથી એટીએસ અને સ્થાનિક પોલીસ દ્વારા દસ કરોડ નો ડ્રગ્સ ઝડપી પાડ્યો હતો

ગત તારીખ 21/11/2021 ના રોજ એ.ટી.એસ. દ્વારા નોંધવામાં આવેલા ગુનહા માં વધુ 4 આરોપીની અટક કરવામાં આવેલ તથા તેઓના રિમાન્ડ લેવા માટે કોર્ટ માં રજૂ કરાતા નામદાર કોર્ટે10 દિવસ ના રિમાન્ડ મંજૂર કર્યા હતા આ આરોપીઓની રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરતા જાણવા મળેલું કે પકડાયેલ આરોપી રહિમ હાજી અકબર જોડિયા માં રહે છે અને આ અગાઉ પણ આ ગુન્હા માં પકડાય ગયેલ છે અને આરોપી અનવર પટેલીયાની સાથે બોટ લઈ જખોના દરિયામાંથી હેરોઇનનો જથ્થો લાવેલ હતો આ જથ્થામાંથી અમુક જથ્થો રહિમહાજીએ પોતાની પાસે સંતાડી રાખેલ છે તેવું એ.ટી.એસ. ને જાણ થતાં સ્થાનિક એસઓજી ની ટીમને સાથે રાખી જામનગરના બેડી રોડ ખાતેથી વધુ 2 કિલો હેરોઇનનો જથ્થો શોધી કાઢી તપાસ અર્થે કબ્જે કરવામાં આવ્યો હતો. જેની કિંમત આશરે 10 કરોડ રૂપિયા જેવી થાય છે આ અંગે એ.ટી.એસ.વધુ તપાસ હાથ ધરી છે

Tags:    

Similar News