જુનાગઢ : ટીપી સ્કીમને રદ્દ કરવાની માંગ સાથે ભારતીય કિસાન સંઘના JUDA કચેરીએ ધરણાંથી તંત્રમાં દોડધામ...

જુનાગઢ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા ટીપી સ્કીમ જાહેર કરવામાં આવી રહી છે.

Update: 2024-04-08 11:01 GMT

જુનાગઢ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા ટીપી સ્કીમ જાહેર કરવામાં આવી રહી છે. જેમાં ખેડૂતોની 40% જમીન કપાત થઈ રહી છે, અને તે જમીનને વિકાસ કરવા માટે ખેડૂતોએ જ બેટરમેન્ટ ચાર્જ ચૂકવવાનો થાય છે. આ મુદ્દે છેલ્લા ઘણા સમયથી જુનાગઢમાં ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. અવારનવાર આંદોલન થાય, ત્યારે તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવે બાદમાં આંદોલન સમેટાઈ જતું હતું.

જોકે, ખેડૂતોએ જુનાગઢ જુડા કચેરી ખાતે ધરણા શરૂ કરતાં તંત્રના અધિકારીઓ સાથે ભારતીય કિસાન સંઘના આગેવાનોની બેઠક યોજાય હતી. જેમાં કિસાન સંઘની માંગણી મુજબ ખેડૂતો જે વાંધા રજૂ કરે તેને ઓનલાઈન કરવા જુડા કચેરીએ સહમતિ દર્શાવી છે. મોટી સંખ્યામાં ખેડૂતોના વાંધા રજૂ થયા બાદ તેની મુખ્યમંત્રીને સત્તાવાર જાણ કરી ટીપી સ્કીમ રદ્દ કરાવવાની માંગ કરાશે.

Tags:    

Similar News