જુનાગઢ : ગૌરક્ષનાથ આશ્રમ ખાતે મુક્તાનંદ બાપુના અધ્યક્ષ સ્થાને યોજાયું સંત સંમેલન…

ભવનાથમાં આવેલ ગૌરક્ષ નાથ આશ્રમ ખાતે મુક્તાનંદ બાપુના અધ્યક્ષ સ્થાને સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું...

Update: 2023-09-21 12:03 GMT

જુનાગઢના ભવનાથમાં આવેલ ગૌરક્ષ નાથ આશ્રમ ખાતે મુક્તાનંદ બાપુના અધ્યક્ષ સ્થાને સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંત સંમેલનમાં રાજ્યમાંથી અનેક સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા.

આ દ્રશ્યો છે જુનાગઢના ભવનાથમાં આવેલ ગૌરક્ષ નાથ આશ્રમના, જ્યાં સંત સંમેલનનું આયોજન કરાયું હતું. મુક્તાનંદ બાપુના અધ્યક્ષ સ્થાને આયોજિત વિશાળ સંત સંમેલનમાં સનાતન સંરક્ષણ સમિતિની રચના કરવામાં આવી હતી. ભવનાથમાં આયોજિત વિશાળ સંત સંમેલનમાં કેટલીક મહત્વની સમિતિઓની રચના કરવામાં આવી હતી. જે ખાસ તો ગુજરાતમાં એક સાથે તહેવાર ઉજવાય તે પ્રકારે કામ કરશે. ઉપરાંત સનાતન ધર્મને લગતી બાબતો પર નિર્ણયો પણ કરવામાં આવશે. આ સમિતિમાં જગદગુરુ શંકરાચાર્ય દ્વારકાધીશ પીઠને અધ્યક્ષસ્થાન આપવામાં આવ્યું છે. ઉપરાંત શેરનાથ બાપુ, મુકતાનંદ બાપુ, ઇન્દ્રભારતી બાપુ, કરસનદાસ બાપુ, દિલીપદાસ મહારાજ, પિયુસબાવા, વૈષ્ણવ આચાર્ય સહીત 41 સંતો-મહંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સંત સંમેલનમાં હાજર તમામ સાધુ-સંતોએ એક સૂરમાં અવાજ ઉઠાવ્યો હતો કે, સનાતન ધર્મની રક્ષા માટે તમામે હવે આગળ આવવું પડશે.

Tags:    

Similar News