ખેડા : જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સેન્ટ મેરી સ્કૂલ ખાતે બાળકોના અધિકારો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ખેડા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સેન્ટ મેરી સ્કૂલ ખાતે બાળકોના અધિકારો માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Update: 2023-08-31 08:15 GMT

ખેડા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સેન્ટ મેરી સ્કૂલ ખાતે બાળકોના અધિકારો માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સેન્ટ મેરી સ્કૂલ ખાતે જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળકોના અધિકારો માટે જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં ડૉ. અલકા રાવલ પ્રોટેક્શન ઓફિસર દ્વારા બાળકોને જુવેનાઈલ જસ્ટિસ એક્ટ-૨૦૧૫ તથા પોકસો એક્ટ ૨૦૧૨ બાળ લગ્ન બાળકોના અધિકારો તથા બાળકોને લગતી સરકારી યોજનાઓની માહિતી આપી તથા પેમ્ફ્લેટનું વિતરણ કર્યું હતું. આ જાગૃતિ કાર્યક્રમમા ૨૫૦ જેટલા બાળકો તથા સ્ટાફ ફાધર વિન સેંટ પોલ, શશીકલા ગોહિલ, પ્રિન્સિપાલ વંદનાબેન, સ્મૃતિબેન તથા એમએસડબલ્યુના સ્ટુડન્ટ જતીનભાઈ, પ્રીતિબેન અને મુસ્કાન હાજર રહ્યા હતા.

Tags:    

Similar News