કચ્છ : કોરોનાની ગંભીર અસરથી ટ્રાન્સપોર્ટ અને શિપિંગના વ્યવસાય પર આવ્યું આર્થિક સંકટ, જુઓ શું કહ્યું ઉદ્યોગકારોએ..!

ટ્રાન્સપોર્ટ અને શિપિંગ વ્યવસાયની હાલત ઘણી કફોડી

Update: 2021-06-12 12:12 GMT

કોરોના મહામારીની ગંભીર અસરો કચ્છના ટ્રાન્સપોર્ટ અને શિપિંગ વ્યવસાય પર પડતાં આર્થિક સંકટ ઉભું થયું છે. આવા સમયે ઉદ્યોગકારો પણ પોતાનો ધંધો ટકાવી રાખવા પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે સરકારનું શિપિંગ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલય મદદ કરે તેવી ગુહાર લગાવાઈ છે.

કચ્છમાં મુખ્ય વ્યવસાય ટ્રાન્સપોર્ટનો છે. આ ઉપરાંત કચ્છમાં મુખ્ય બે બંદરો મુન્દ્રા અને કંડલા આવેલા છે, જ્યાંથી મોટી સંખ્યામાં આયાત અને નિકાસ થાય છે. કોરોનાના કારણે શિપિંગ વ્યવસાયને પણ ભારે ફટકો પડ્યો છે. કોરોનાના કારણે હાલમાં શિપિંગ અને ટ્રાન્સપોર્ટ વ્યવસાયની હાલત ઘણી કફોડી છે. કોવિડની લહેર અને નિયંત્રણોના કારણે ઘણા ડ્રાઇવરો વતન ચાલ્યા ગયા છે.

જે ડ્રાઇવરો અહીંયા હતા તેમાંથી કેટલાકને ડર હતો કે, મુન્દ્રામાં રહીશું તો જબરદસ્તી વેક્સિન આપવામાં આવશે, જેથી તેઓ પણ પોતાના વતન ચાલ્યા ગયા છે. લોકડાઉનની પરિસ્થિતિમાં મુન્દ્રા પોર્ટમાં કાર્ગોનો માલ પડ્યો રહ્યો અને ટ્રાન્સપોર્ટની અછત અને માલના ભરાવાથી આર્થિક સંકટ ઉભું થયું છે. નિયંત્રણો અને ટ્રાન્સપોર્ટની અછતથી ઘણી કંપનીઓએ ફાયદો ઉઠાવી 4 ગણા ફ્રેઈટ ચાર્જ વધારી દીધા છે, ત્યારે આવા સમયે જે માલ 1 હજાર ડોલરમાં પહોંચતો હતો તેને પહોંચાડવા માટે હાલ 5 હજાર ડોલર ખર્ચવા પડે છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં ટકી રહેવા માટે બમણો ખર્ચ કરવો પડે તેવી સ્થિતિ ઉભી છે.

Tags:    

Similar News