કચ્છ : BSF ગુજરાત ફ્રન્ટિયરના IG રવિ ગાંધી ભુજ સેક્ટરની મુલાકાતે, ખંતપૂર્વક ફરજ બજાવતા સૈનિકોને પ્રોત્સાહિત કર્યા

ભુજ સેક્ટરના 3 દિવસના પ્રવાસ દરમિયાન BSFમાં ગુજરાત ફ્રન્ટિયરના IG રવિ ગાંધીએ સરક્રીક અને હરામી નાળા વિસ્તાર તેમજ જખૌ સુધી ગુજરાતના દરિયાકાંઠે આવેલી ચોકીઓની મુલાકાત લીધી

Update: 2023-03-12 08:18 GMT

કચ્છ જિલ્લાના ભુજ સેક્ટરના 3 દિવસના પ્રવાસ દરમિયાન BSFમાં ગુજરાત ફ્રન્ટિયરના IG રવિ ગાંધીએ સરક્રીક અને હરામી નાળા વિસ્તાર તેમજ જખૌ સુધી ગુજરાતના દરિયાકાંઠે આવેલી ચોકીઓની મુલાકાત લીધી હતી. તેમણે વર્તમાન સુરક્ષાની સમીક્ષા કરી હતી, અને આ વિસ્તારમાં BSF દ્વારા અપનાવવામાં આવેલા ઓપરેશનલ અને વહીવટી પગલાંની પણ સમીક્ષા કરી હતી.

IG રવિ ગાંધીએ બીએસએફમાં ગુજરાત ફ્રન્ટિયરના IG તરીકે પદભાર સંભાળ્યો, તે પહેલાં તેઓ દિલ્હીની બીએસએફની મુખ્ય ઓફિસમાં વહીવટી વિભાગના મહાનિરિક્ષક તરીકે કાર્યરત હતા. તેમણે ઉત્તર બંગાળ ફ્રન્ટિયરની સફળતાપૂર્વક કમાન સંભાળી હતી અને બાંગ્લાદેશની પૂર્વ સરહદની સુરક્ષા ચુસ્ત બનાવી હતી, ત્યારે કચ્છના ભુજ સેક્ટરના 3 દિવસના પ્રવાસ દરમિયાન તેઓએ કઠિન અને પડકારજનક પરિસ્થિતિઓ છતાં ખંતપૂર્વક ફરજ બજાવવા બદલ સૈનિકોને પ્રોત્સાહિત અને પ્રશંસા કરી હતી. IG રવિ ગાંધીએ સીમા સુરક્ષા દળની વિવિધ ચોકીઓની મુલાકાત દરમિયાન તેમના પ્રશ્નો જાણ્યા હતા, તેમજ તાત્કાલિક નિરાકરણ કરવાની પણ ખાતરી આપી હતી. IG રવિ ગાંધીએ સરહદી વિસ્તારના ગામો તેમજ શાળાઓની મુલાકાત લીધી હતી, જ્યાં બાળકોને સ્ટેશનરીની વસ્તુઓ પણ આપી હતી. સીમા પર હમેશા BSF તૈનાત છે અને હમેશા રહેશે, તેમ તેઓએ જણાવ્યું હતું.

Tags:    

Similar News