કચ્છ: લંડનના માર્કેટમાં કેસર કેરીની બોલબાલા,લોકો ખરીદવા માટે કરે છે પડાપડી

લંડનમાં કચ્છની કેસર કેરીની માંગ વધી છે. લંડનમાં રહેતા ગુજરાતી પરિવારો કેસર કેરી ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે

Update: 2023-06-09 06:49 GMT

લંડનમાં કચ્છની કેસર કેરીની માંગ વધી છે. લંડનમાં રહેતા ગુજરાતી પરિવારો કેસર કેરી ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે

કચ્છની કેસર કેરીની બોલબાલા જોવા મળે છે.કચ્છની કેરીની માર્કેટ લંડનમાં પ્રારંભ થવા પામી છે. મૂળ ભુજ તાલુકાના દહીંસરા ગામના વતની અને લંડન ખાતેના નોર્થ આમટન ખાતે 15 વર્ષથી રોથ વેલ યુકે લિમિટેડ નામની શોપ ધરાવતા મેઘજીભાઈ ભુડિયાના જણાવ્યા પ્રમાણે છેલ્લા ચાર દિવસથી લંડનની માર્કેટમાં કચ્છની કેસર કેરી આવી છે જેની બોલબાલા જોવા મળે છે.કેસર કેરી ભારતીય સિવાય પણ તમામ દેશના લોકો લેવા આવે છે.કેરીની સીઝનમાં શરૂઆતના સમયે મહારાષ્ટ્ર,વલસાડ,જૂનાગઢ,અને અંતિમ તબક્કામાં કચ્છની કેરી આવતી હોય છે.યુનાઇટેડ કિંગડમમાં દરરોજ 400થી 500 ટન કેસર કેરી આવી રહી છે.લંડન ખાતે મેઘજીભાઈ સાથે તેમના પુત્ર પરેશ પણ કેરીઓ પહોંચાડી રહ્યા છે.તેમના કહેવા મુજબ અહીંના કિંગ્સબરી, કારદીફ,બર્મિંગહામ, લેસ્ટર,સહિતના વિસ્તારોમાં ગુજરાતીઓ મોટા ભાગના રહે છે ,જેઓ કેસર કેરીનો આગ્રહ કરતા હોય છે,આ વર્ષે વાતાવરણને લઈને કચ્છમાં કેરીને નુકશાની થઈ છે પણ તેમ છતાં હવે મોડે મોડેથી પણ કેરી માર્કેટ સુધી પહોંચી રહી છે.

Tags:    

Similar News