કચ્છ : ભુજના ઐતિહાસિક હમીરસર તળાવના કાંઠે સાતમ-આઠમના મેળાનો કરાયો પ્રારંભ...

વર્ષોથી યોજાતા આ મેળાનું અનેકગણું મહત્વ જોવા મળે છે. આ વર્ષે મેળામાં જુદા જુદા પ્રકારના રમકડા, કટલેર, ફૂડના સ્ટોલ ગોઠવવામાં આવ્યા

Update: 2023-09-06 12:00 GMT

કચ્છ જિલ્લાના ભુજ શહેરના ઐતિહાસિક હમીરસર તળાવના કાંઠે યોજાતા સાતમ-આઠમના મેળાનો પ્રારંભ થયો છે. કચ્છ જિલ્લાના ભુજ શહેર ખાતે ઐતિહાસિક એવા હમીરસર તળાવના કાંઠે સાતમ-આઠમના મેળાનો નગરપતિ ઘનશ્યામ ઠક્કરના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. વર્ષોથી યોજાતા આ મેળાનું અનેકગણું મહત્વ જોવા મળે છે. આ વર્ષે મેળામાં જુદા જુદા પ્રકારના રમકડા, કટલેર, ફૂડના સ્ટોલ ગોઠવવામાં આવ્યા છે.

તેની સાથે જુદા જુદા પ્રકારના ચગડોળ પણ ગોઠવવામાં આવ્યા છે. આ મેળાને મહાલવા માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. ભુજ નગરપાલિકા તંત્ર દ્વારા મેળાને લઈને વિવિધ પ્રકારના માર્ગદર્શન કેમ્પ રાખવામાં આવ્યા છે. તેની સાથે સાથે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પણ સ્ટોલ ગોઠવવામાં આવ્યો છે, ત્યારે આવતીકાલે આઠમ નિમિત્તે આ મેળામાં લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડશે. 

Tags:    

Similar News